Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi:બાજીપૂરામાં એટીએમ તોડી રૂપિયા ચોરી કરનાર આરોપીને જીલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો 

  • March 20, 2020 

Tapimitra News-વાલોડ:વાલોડ તાલુકાના બાજીપુરામાં સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટીવ બેંક બાજીપુરા શાખા ના એટીએમ માંથી ૧૮મી રોજ રાત્રિના સવા બાર વાગ્યાની આસપાસ બેંકના એટીએમ મશીન ની પર્જ કેસેટ માંથી રૂપિયા ૧૭,૦૦૦/-ચોરી કરી એટીએમ મશીન અને સીસીટીવી કેમેરા તોડી આરોપી નાશી છૂટ્યા હતો જેને ઝડપી પાડવામાં તાપી જીલ્લા એલસીબી પોલીસ ટીમને સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર તાપી જીલ્લા એલસીબી શાખાના પીએસઆઈ ડી.એસ.લાડ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાજીપુરા ગામે એટીએમ તોડી રૂપિયા ચોરી કરનાર આરોપીને બોરખડી ગામ પાસે આવેલ સૌભાગ્ય હોટલ સામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ અનીલભાઈ હીરાભાઈ ગામીત (ઉ.વ.૨૩) હાલ રહે,જવાહર ફળિયું-બોરખડી,તા.વ્યારા,મૂળ રહે,પટેલ ફળિયું જમાપુર તા.સોનગઢ જી.તાપી નો હોવાનું જણાવેલ તેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સા માંથી લીલા કલરની પ્લાસ્ટિકની કોથળીમાં અલગ અલગ દરની ચલણી નોટ કુલ્લે નોટ ૧૦ અને કુલ્લે રૂપિયા ૧૭,૦૦૦/- મળી આવતા જે રૂપિયા બાબતે અનીલ ગામીતને પૂછતા પહેલા તો તેણે ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપ્યો હતો પરંતુ એલસીબીની પૂછપરછમાં ભાંગી પડ્યો હતો. અને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જેના આધારે અનીલભાઈ હીરાભાઈ ગામીતને સીઆરપીસી ની કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. high light-પહેલા તો તેણે ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપ્યો હતો પરંતુ એલસીબીની પૂછપરછમાં ભાંગી પડ્યો હતો. અને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. high light-આરોપીની પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ અનીલભાઈ હીરાભાઈ ગામીત (ઉ.વ.૨૩) હાલ રહે,જવાહર ફળિયું-બોરખડી,તા.વ્યારા,મૂળ રહે,પટેલ ફળિયું જમાપુર તા.સોનગઢ જી.તાપી નો હોવાનું જણાવેલ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application