Tapimitra News-વ્યારા:તાજેતરમાં નોવેલ કોરોના વાયરસ (Covid-19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં તાપી જીલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે તકેદારીના પગલાં ના ભાગરૂપે જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે તકેદારી રાખવા ખાસ સુચના આપવામાં આવેલ છે તથા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં The Epidemic Disease Act, 1987ની ગાઈડલાઈન મુજબ Flu corners, Isolation Ward અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે. તાપી જીલ્લામાં હાલમાં એક પણ કન્ફર્મ કેસ નોંધાયેલ નથી. તાપી જીલ્લાના નાગરિકોને પણ આ સમય દરમ્યાન તકેદારીના પગલાંના ભાગરૂપે સામુહિક મેળાવડાઓ, નાના-મોટા પ્રસંગો ટાળવા/મોકુફ રાખવા અપીલ કરવામાં આવે છે.
આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાકક્ષાએ કોરોના વાયરસ જાણકારી માટે ૨૪x૭ કંટ્રોલ રૂમ હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવેલ છે. તાપી જીલ્લા હેલ્પલાઈન નં.૦૨૬૨૬-૨૨૦૪૫૩ પર સંપર્ક કરી કોરોના વાયરસ અંગેની માહિતી મેળવી શકાશે. વધુમાં, બજારમાં મળતાં સેનીટાઈઝર અને માસ્ક જો મુળ કિંમત (MRP) કરતાં વધુ કિંમતે વેચાતા હોય તો અત્રેના કંટ્રોલરૂમ પર માહિતી આપવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application