tapimitra news-સોનગઢ:કોરોના વાયરસના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તાપી જીલ્લાનો સોનગઢ ડેપો માં તથા વ્યારા કંટ્રોલ પોઈન્ટ,સોનગઢ કંટ્રોલ પોઈન્ટ,નિઝર કંટ્રોલ પોઈન્ટ,ઉપર મુસાફરોની અવર જવર હોય એના માટે બધા કંટ્રોલ પોઈન્ટ ઉપર બસની અંદર સફાઈ કરવામાં આવી રહી છે. બસ ડેપો પર બેઠકના બાંકડા તેમજ બાથરૂમ/શૌચાલય ને પણ થોડીથોડી વારે સાફસફાઈ કરવામાં આવી રહી છે. તેમજ પૂછપરછની બારી ઉપર સેનેટરી મુકવામાં આવ્યા છે. મુસાફરો માટે હાથ ધોવા માટે હેન્ડ વોશ તથા સેનેટરીઝ પાણી પરબ પાસે મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને બસોને પણ અંદર થી તેમજ સીટો અને હેન્ડલ ને પણ ડીટરજન્ટ પાવડર તથા ફીનાઈલ થી અંદર થી ધોવામાં આવી રહ્યા છે. મુસાફરોના ટચમાં આવતી દરેક જગ્યાને લિક્વિડથી સાફ કરાઈ રહી છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ના કારણે ભારત દેશમાં અનેક તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીન ગુજરાત સરકારે પણ લોકોની સલામતી ખાતર,શાળા,કોલેજ,મોલ અને સિનેમા ઘરો ૨૯મી માર્ચ સુધી બંધ રાખવાના આદેશો કર્યા છે. આ ઉપરાંત લોકોએ સ્વૈચ્છીક તકેદારી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application