Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ન જાણતા હોય તો જાણી લેજો હવે થી ભરૂચ અને અંકલેશ્વરમાં માત્ર 30 કીલો મીટરની સ્પીડથી વાહનો ચલાવવા પડશે...

  • March 14, 2020 

હનીફ માંજૂ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેર વિસ્તારમાં વાહનચાલકો દ્વારા બેફામ રીતે હંકારવામાં આવતાં વાહનોના કારણે બની રહેલા અકસ્માતના બનાવો રોકવા આ નિર્ણય લેવાયો છે. અકસ્માતના બનાવો રોકવા ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેર વિસ્તારમાં વાહનચાલકો દ્વારા જાહેર રસ્તા ઉપર ખૂબ ઝડપથી વાહનો ચલાવવામાં આવે છે જેના કારણે સ્કુલ, હોસ્પિટલ તેમજ અન્ય જાહેર સ્થળોએ અકસ્માતના બનાવો બનતા રહે છે. જેથી ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેરમાં અકસ્માતના બનાવો અટકાવવા આવશ્યક જણાય છે. ​જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે મળેલ સત્તાની રૂએ ભરૂચ તથા અંકલેશ્વર શહેરના નીચે મુજબના પરિશિષ્ટમાં જણાવેલ વિસ્તાર ‘પ્રતિબંધ ગતિ ઝોન’ તરીકે જાહેર કર્યો છે. High light-ભરૂચ શહેર ખાતેના ‘પ્રતિબંધિત ગતિ ઝોન... (૧)રૂંગટા સ્કુલ પાસે-રોટરી કલબથી ધી કુડીયા જવાના રસ્તા સુધી. (૨)સેન્ટ ઝેવિયર્સ અને કોન્વેન્ટ સ્કુલ પાસે-ઈન્ડીયન પેટ્રોલપંપથી વસંતમીલ ઢાળ સુધી. (૩)વસંતમીલ ઢાળ, મહેદવિયા સ્કુલ પાસે-વસંતમીલ ઢાળથી સૈયદ વાડના નાકા સુધી. (૪)છીપવાડ પ્રાથમિક શાળા, (જુની મોટા બજાર ચોકી પાસે) સૈયદ વાડના નાકાથી મહંમદપુરા સુધી. (૫)માટલીવાલા સ્કુલ પાસે-વસીલા બસ સ્ટેન્ડથી જુનાઈલ રીમાન્ડ હોમ સુધી. (૬)પટેલ વેલ્ફેર હોસ્પિટલ પાસે-પટેલ વેલ્ફેર હોસ્પીટલ કંપાઉન્ડથી જંબુસર બાયપાસ. (૭)સિવિલ હોસ્પિટલ પાસે-શાલીમાર હોટલથી હિતેશ નગરના વળાંક સુધી. (૮)શબરી સ્કુલ પાસે – તાડખાડીથી ઓમ ટ્રેડીંગ સુધી. (૯)ઉન્નતિ વિદ્યાલય પાસે(ઝાડેશ્વર રોડ પર) – ઝાડેશ્વર પોલીસ ચોકીથી સાંઈબાબા મંદિર સુધી. (૧૦)શ્રવણ હાઈસ્કુલ પાસે-ગણેશ ટાઉનશીપથી શ્રવણ ચોકડી સુધી. (૧૧)ગુડવિલ સ્વામિનારાયણ સ્કુલ પાસે-ગુડવીલ સ્વામિનારાયણ સ્કુલથી પારલે પોલન્ટ સુધી. (૧૨)એમીટી સ્કુલ પાસે(દહેજ બાયપાસ રોડ)-મયુરી શો-રૂમથી નિરવનગર સોસાયટી સુધી. (૧૩)ડિવાઈન હાર્ટ હોસ્પિટલ પાસે-પાંચબતી થી સ્ટેટ બેંક સુધી. High light-અંકલેશ્વર શહેર ખાતેના પ્રતિબંધિત ગતિ ઝોન.... (૧)ચૌટાનાકાથી ભરૂચી નાકા ફાયર સ્ટેશન સુધી (૨)પિરામણનાકાથી ચૌટાનાકા સુધી (૩)શાક માર્કેટ ત્રણ રસ્તાથી પિરામણનાકા સુધી (૪)ઓ.એન.જી.સી. ઓવર બ્રીજથી શાક માર્કેટ ત્રણ રસ્તા સુધી (૫)પ્રતિન ચોકીથી વાલીયા ચોકડી સુધી (૬)વાલીયા ચોકડીથી પ્રતિન ચોકીથી ગડખોલ પાટીયા સુધી ‘પ્રતિબંધિત ગતિ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવેલ છે. ‘પ્રતિબંધિત ગતિ ઝોન’ વિસ્તારમાં ૩૦ કિ.મી. પ્રતિ કલાકથી વધારે ઝડપથી કોઈ વાહન ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. High light-વધારે સ્પીડમાં વાહન ચલાવશો તો શું કાર્યવાહી થશે.. આ જાહેરનામું ઈમરજન્સી સેવાઓના વાહનોને લાગુ પડશે નહી. અને આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસઅધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application