Tapimitra News-સોનગઢ:તાપી જિલ્લા એસઓજી પોલીસે સોનગઢ તાલુકાના મલંગદેવ-ઓટા ગામ વિસ્તારમાંથી જગનભાઈ બુધિયાભાઈ ગામીત નાઓના મકાનના પ્રથમ એક ગાળામાં એક બોગસ તબીબ મીન્ટુ સુનિલભાઈ હલ્ડર મૂળ રહે,ગૌરાંગ નગર જનકલ્યાણ શાંધા અશ્વિની નગર દેશબંધુ નગર ઉત્તર-24 પરગાનસ વેસ્ટ બંગાલ,નાઓ ડિગ્રી વગર સારવાર આપતા હોવાની હકીકત મળતા ત્યાં રેઇડ કરતા મજકુર ઇસમ પોતાની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ધરાવતો ન હોવાનું અને પોતે ધોરણ-12 ભણેલો હોવાનું જાણવા મળેલ અને તેઓ ગેરકાયદેસર રીતે પોતાના કલીનીકમાં દવાઓનો જથ્થો રાખી દર્દીઓની સારવાર કરી જુદીજુદી દવાઓનો જથ્થો આશરે 3 પુઠ્ઠા ના બોક્સમાં તેમજ બીજી છૂટી દવાઓ તથા સિરિન્જ તથા ગ્લુકોઝના બાટલા મળી આશરે રૂપિયા 15000/- ની જેટલી દવાઓ સાથે મળી આવતા બોગસ તબીબની અટક કરી કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application