તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણ તાલુકાના નાનકડા ગામની આદિવાસી દિવ્યાંગ મહિલાએ, તેણે પોતાની મહેનત થી ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં સ્થાન મેણવી તાપી જિલ્લાની સાથે ગુજરાત નુ પણ નામ રોશન કર્યું છે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસ સાથે પોતાના હાથોમાં બોલ ઉછાળતી આ છે તાપી જિલ્લાની ડોલવણ તાલુકાના બરડીપાડા ગામની આદિવાસી મહિલા જેનુ નામ છે રમીલાબેન કોકણી જે જન્મ થી દિવ્યાંગ છે, પણ સામાન્ય માણસ જેમ પોતાની જિંદગી જીવવા ની ખુમારી સાથે આજે કઈંક અલગ જ કરી બતાવવાની ચાહના સાથે દિવ્યાંગ હોવા છતાં પણ એમ.એ.બી.એડ સુધી નો અભ્યાસ કરી તેઓ ને પેહલા થીજ રમત ગમત નો શોખ હોવાને કારણે કોલેજ ના અભ્યાસ દરમ્યાન યોજાતી વિવિધ રમતો જેવી કે કબડ્ડી,લોન્ગ જમ્પ,હાઈ જમ્પ,દોડ,સ્વિમિંગ જેવી સ્પર્ધાઓ માં ભાગ લઈ તેમાં વિજેતા બની સ્ટેટ અને નેશનલ સુધી રમી જિલ્લાનું નામ રોશન કરી બતાવ્યું છે,પરંતુ રમીલાબેન વધુ સિદ્ધિ મેળવવા માટે બરોડા ખાતે યોજાયેલ દિવ્યાંગ મહિલા ક્રિકેટ કોચિંગ કેમ્પ માં ભાગ લઇ તેમાં સારું પ્રદર્શન કરતા ભારતીય દિવ્યંગ ક્રિકેટ ટિમમાં ફાસ્ટ બોલર તરીકે પસંદગી પામતા તેઓ તેમને પ્રોત્સાહિત કરનાર લોકો આભાર માની રહ્યા છે.
ડોલવણ તાલુકાના બરડીપાડા ગામમાં રહેતી રમીલાબેન ના માતાપિતા ખેડૂત છે અને ખેતી કરી ને ગુજરાન ચલાવે છે, રમીલાબેન ની છ બેહનો અને એક ભાઈ છે, રમીલાબેને પોતામાં રહેલી ખામી અંગે વિચારવા ના બદલે તેને નજર અંદાજ કરી તેમના લક્ષ્યને વળગી રહેતા આજે તેઓ ભારતીય દિવ્યંગ ટિમ માં પસંદગી પામ્યા છે, ખેલમહાકુંભ માંથી બહાર નીકળેલી રમીલાબેન આજે ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટિમ માં સ્થાન મેળવતા તાપી જિલ્લા રમત ગમત વિભાગ પણ રમીલાબેનની આ સિદ્ધિને બિરદાવી રહ્યા છે. કઈંક કરી છૂટવાની નેમ ધરાવતા માનવી ને કોઈ બંધન કે મુશ્કેલીઓ નડતી નથી, આવીજ નેમ ધરાવતી નાનકડા ગામ ની આદિવાસી મહિલા રમીલાબેન પોતે દિવ્યાંગ હોવા છતાં જિંદગી માં આવેલ દરેક પ્રશ્નો ને એક પડકાર તરીકે સ્વીકારી ને ખડે પગે સામનો કરી બતાવ્યો છે, અને તેમના પરિવારજનો સહીત તેમના સુભાઇચ્છકો અને કુદરતે પણ તેને પૂરો સહકાર આપી ને રમીલાબેન ને આજે એક ચોક્સ મકામ પર પોહચાડી છે, ત્યારે એક લેખક નું વાક્ય ચોક્કસ યાદ આવે છે, કે " ખુદી કો કર બુલંદ ઇતના ને કે તકદીર લિખને સે પેહલે ખુદા બંદે કો ખુદ પૂછે કે તેરી રઝા ક્યા હે"..
High light- "કળા એ કોઈ ની જાગીર નથી હોતી અને દિવ્યાંગતા એ કોઈ ની મજબૂરી નથી હોતી " દિવ્યાંગ લોકો પણ સમાજ માં માનભેર જીવી શકે તેવું કઈ કરી બતાવીયુ…..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500