તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ તાલુકાના બુહારી-બેડચીત મરહ ઉપર કાર અડફેટે મોટર સાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. મળતી માહિતી અનુસાર તા.12-ફેબ્રુઆરી નારોજ વિશાલ અર્જુનભાઇ ગામીતનાઓ પોતાની હીરો સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર GJ-26-M-8013 લઇ બુહારી થી બેડચીત તરફ જતો હતો તે વખતે સામે થી બુહારી થી બેડચીત જતા રોડ પર બાપા સીતારામ મંદીર નજીક ટ્રેક્ટર વાળાની સામે એક સફેદ કલરની જુની મારૂતિ ઝેન કાર જેનો નંબર GJ-05-FF-2400 ના ચાલકે તેના કબજાની કાર પુર ઝડપમાં અને ગફલત ભરી રીતે હંકારી લાવી વિશાલભાઈ ની મોટર સાયકલ ને સામેથી ટક્કર મારી અડફેટમાં લેતા માથામાં તેમજ મોઢાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોચી હતી જેમને સૌ પ્રથમ ગડત હોસ્પિટલમાં સારવાર કરી વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લઇ ગયેલા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત નવિ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જઇ સારવાર માટે દાખલ કરેલ અને સારવાર દરમિયાન તા-13-ફેબ્રુઆરી નારોજ મોત નીપજ્યું હતું.બનાવ અંગે મયુરભાઇ અર્જુનભાઇ ગામીત રહે,પલાસીયા ગામ વચલુ ફળિયું તા.ડોલવણ જી-તાપી નાઓની ફરિયાદના આધારે તા.3 માર્ચ નારોજ વાલોડ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application