Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના પોખરણ ગામ પાસે બસ-ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ અકસ્માત

  • March 02, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:કુશલગઠ થી ઉકાઈ જતી એસટી નિગમની બસને ટેન્કર ચાલકે રોગ સાઈડે આવીને અડફેટે લીધી.. high light-પાછળ થી પુરપાટ આવતી ક્રુઝર ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ની પાછળ ટકરાઈ... high light-ટ્રિપલ અકસ્માતમાં અત્યાર સુધી ૮ જણા ના મોત અને ૨૦ થી વધુ લોકોને ગંભીર ઈજા high light-ઇજા ગ્રસ્ત તમામ લોકોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, high light-વ્યારા અને સોનગઢ પોલીસ તેમજ ઈમરજન્સી સેવા ૧૦૮ ઘટના સ્થળે... તાપી ડીવાયએસપી આર.એલ.માવાણી ના જણાવ્યા અનુસાર આજરોજ આશરે ૪:૧૫ વાગ્યાની આસપાસ સોનગઢના પોખરણ ગામના પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર ઉકાઈ તરફ જતી એસટી બસ તેમજ સામે રોંગ સાઈટ આવતું ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત થયેલો અને એસટી બસની પાછળ આવતી ક્રુઝર ગાડી જેમાં  પેસેન્જરો બેઠેલા હતા તે રીતે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા આ ગંભીર અકસ્માતમાં આઠ વ્યક્તિઓના મોત અને ૨૦ થી ૨૨ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોચી છે,તમામને તાત્કાલિક સારવાર માટે સોનગઢ ખાતે હોસ્પિટલમાં લાવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા અને તે પૈકી એક વ્યક્તિ ની હાલત ગંભીર હોય સુરત ખાતે રીફર કરવામાં આવ્યો છે, ટેન્કર રોંગ સાઈટે આવતું હતું અને સામેથી સોનગઢ તરફ બસ જતી હતી તે દરમિયાન ઘટના બની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application