તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા પોલીસના જવાનો રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળી આવેલ એક સગીર વયના બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી હતી. મળતી માહિતી અનુસાર તા.૧લી માર્ચ નારોજ વ્યારા પોલીસના જવાનો રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા તે સમયે વાલી વારસ વગરનું એક સગીર વયનું બાળક ઉંમર આશરે ૧૬ વર્ષનું મળી આવ્યું હતું,બાળકને પોલીસ મથકે લઈ આવી પૂછપરછ કરતા તેને ફક્ત પોતાનું નામ જણાવેલ આ બાળકને તેના સગા સબંધીઓના સરનામા કેમોબાઈલ નંબર વિષે પૂછપરછ કરતા બાળકે જણાવેલ નહી. વધુ પૂછપરછ કરતા બાળકે જણાવેલ કે,અગાઉ વ્યારા પાનવાડીમાં તેના સગાઓએ પથ્થરની દીવાલ બનાવવાનું કામ કરેલ હતું તેવી હકીકત જણાવતા વ્યારા પોલીસના જવાનોએ બાળકને સાથે રાખી વ્યારા-પાનવાડી વિસ્તારમાં તપાસ કરતા બાળકના મૂળ ગામના લોકો મળી આવ્યા હતા.તેઓ થકી બાળકના કાકા સુનીલ ફુલસિંગ યાદવ રહે,ખારેલ ગામ રોડની બાજુમાં પડાવ ઉપર તા.ચીખલી જી.નવસારી મૂળ રહે,પરસાડે ગામ તા.વ્યાવલ જી.જલગાંવ(મહારાષ્ટ્ર) નાનો સંપર્ક કરી હાલ બાળકનો કબજો તેના કાકા સુનીલભાઈ યાદવને સોંપી પોલીસે પ્રશંસનીય કામગીરી હતી.
high light-અગાઉ વ્યારા પાનવાડીમાં તેના સગાઓએ પથ્થરની દીવાલ બનાવવાનું કામ કરેલ હતું તેવી હકીકત જણાવતા વ્યારા પોલીસના જવાનોએ બાળકને સાથે રાખી વ્યારા-પાનવાડી વિસ્તારમાં તપાસ કરતા બાળકના મૂળ ગામના લોકો મળી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application