Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા કેનાલમાં યુવતીને બચાવવા જતાં 2 યુવાનોના ડૂબી જતાં મોત

  • March 12, 2024 

ગાંધીનગર નજીક કરાઈ નર્મદા કેનાલ પાસે રીલ બનાવતી વખતે યુવતીનો પગ લપસતાં યુવતી કેનાલમાં ખાબકી હતી. આ યુવતીને બચાવવા બે યુવાનો કેનાલમાં કુદ્યા હતા. પરંતુ બંનેને તરતાં ના આવડતું હોવાથી બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે, યુવતીને બચાવી લેવામાં આવી છે, પરંતુ યુવતીની મદદ માટે કેનાલમાં કુદેલા બંને યુવાનોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય યુવાનની શોધખોળ શરૂ છે. 10 માર્ચે આ ઘટના બની હતી. ત્યારે સતત બે દિવસથી યુવાનના મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે છતાં મૃતદેહ મળ્યો નથી. બે મૃતકોમાંથી એક યુવાન ગીર સોમનાથનો વતની હોવાની માહિતી મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application