Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ઉકાઈ માંથી ગંજીપાનાનો જુગાર રમતા 2 ઝડપાયા, 2 નાશી છુટ્યા

  • May 07, 2021 

સોનગઢના ઉકાઈ વિસ્તારમાં ગંજીપાનાનો જુગાર રમતા 2 જુગારીયાઓને ઉકાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ બનાવમાં અન્ય 2 જુગારીયાઓ નાશી છુટવામાં સફળ રહ્યા હતા.

 

 

 

 

મળતી માહિતી અનુસાર તા.છઠ્ઠી મે નારોજ સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ઉકાઈના વર્કશોપ ઝૂપડપટ્ટી વિસ્તારમાં એક ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો જુગાર રમતા વસંતભાઈ ઈલાલ સાળુકે, ગૌરાંગભાઈ અશ્વિનભાઈ પીપરે બંને રહે, વર્કશોપ ઝૂપડપટ્ટી-ઉકાઈ નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જયારે કેતનભાઈ ભીમરાવ પગારે રહે, વર્કશોપ ઝૂપડપટ્ટી-ઉકાઈ અને લખનભાઈ રહે, ભૂરીવેલ-સોનગઢ, બંને જણા નાશી છુટવામાં સફળ રહેતા બંને જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે જુગારીયાઓ પાસેથી જુગારના સાધનો અને રોકડ રકમ મળી કુલ્લે રૂપિયા 850/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે ચારેય જુગારીયાઓ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application