ભરૂચ જીલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા તા.૨૮ મી મે,૨૦૨૩ને રવિવારના રોજ સવારનાં ૦૮:૦૦થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી બાળકોને નિયત કરેલ બૂથ પર એસ.એન.આઈ.ડી. પોલીયો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. ત્યારે પોલિયો રાઉન્ડ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ૨,૪૪,૧૦૬ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ નાના ભૂલકાઓને ટીપાં પીવડાવી અભિયાનની શરૂઆત કરાવી હતી. આમ તો ભારતમાં પોલીયો નાબુદી થઇ ગયેલ છે પરંતુ અન્ય રાજ્યમાંથી સ્થળાંતરિત વસ્તીને ધ્યાને લઇ હાઈ રીસ્ક વિસ્તારને અનુલક્ષીને ભરૂચ જીલ્લામાં એસ.એન.આઈ.ડી. પોલીયો રાઉન્ડ અંતર્ગત ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલિયોનાં બે ટીપાં પીવડાવવામાં આવશે.
તા.૨૯ અને ૩૦ મી મે, ૨૦૨૩ના રોજ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને બાકી રહેલ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. ઉપરાંત જાહેર જગ્યાઓ જેવી કે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મેળાઓ, હાટ બજાર, ધાર્મિક સ્થળો વગેરે જેવી જાહેર જગ્યાઓ કે જ્યાં સતત લોકોની અવર-જવરનાં સ્થળે અને વાડી વિસ્તાર, દુર્ગમ વિસ્તાર, ઈટોનાં ભઠ્ઠા, બાંધકામના સ્થળો જેવા સ્થળોએ ૨૦ મોબાઈલ ટીમ દ્વારા બાળકોને શોધી પોલીયોની રસી પીવડાવવામાં આવશે. આ કામગીરીમાં ૧૦૦ ટકા સિદ્ધિ મળે તે માટે દરેક તાલુકામાં લાઈઝન અધિકારીશ્રી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં ૦ થી ૫ વર્ષના કુલ ૨,૪૪,૧૦૬ જેટલા બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી.જેમાં તા.૨૮/૦૫/૨૦૨૩ના રોજ ૯૮૮ પોલીયો બુથ (રસીકરણ કેન્દ્રો) પર તથા તા.૨૯/૦૫/૨૦૨૩ અને ૩૦/૦૫/૨૦૨૩ના રોજ આરોગ્યની ટીમો ધ્વારા હાઉસ ટુ હાઉંસ, તથા મોબાઇલ ટીમ ધ્વારા તમામ વિસ્તારના જેવાકે, (હાઇરીસ્ક વિસ્તાર, ઇંટોના ભઠ્ઠા, શેરડી કટીંગ, અગરીયા વિસ્તાર, ઝુંપડપટ્ટીઓ, જંગલો, અને બાંધકામ ચાલતા હોય તેવા તમામ વિસ્તારો)ના તમામ બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જિલ્લાનાં તમામ નાગરિકોને પોતાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવી રાષ્ટ્રને પોલીયો મુકત બનાવવાનાં અભિયાનમાં સહભાગી થવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે. એસ. દુલેરા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500