તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આગામી તારીખ ૨૭મી ફેબ્રુઆરીએ જિલ્લા કક્ષાનો મેગા આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન તથા સારવાર કેમ્પ આયોજિત કરાયો છે. તા.૨૭/૨/૨૦૨૦ ને ગુરુવારે સવારના ૧૦ વાગ્યાથી,જૂની તાલુકા પંચાયત કચેરીની બાજુમાં,પૂતળા પાસે,વ્યારા ખાતે યોજનારા આ વિના મૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનો લાભ,જરૂરિયાતમંદો બપોરના ૩ વાગ્યા સુધી લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની નિયામકશ્રી,આયુષની કચેરી દ્વારા આયોજિત આ મેગા આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન તથા સારવાર કેમ્પ દરમિયાન નિષ્ણાંત વૈધશ્રીઓ દ્વારા અગ્નિ કર્મ અને મર્મ ચિકિત્સા સહિત સાંધાના રોગો,આમ્રવાત,સંધિવા, કમરનો દુખાવો,એડી નો દુખાવો, પેટના રોગો જેવા કે કબજિયાત,જૂની એસિડિટી, જૂનો મરડો,અપચો, શ્વસનતંત્રના રોગો જેવા કે, જૂની ખાંસી,શરદી અને દમ, હરસ-મસા, ભગંદર,પથરી, ડાયાબિટીસ,બ્લડપ્રેસર, એનીમિયા,થાઈરૉઈડ,સ્ત્રી રોગો જેવા કે અનિયમિત માસિક,વધુ પડતું માસિક, સફેદ પાણી,ચામડીના રોગો જેવા કે ખરજવું,દરાજ, પગની એડી ફાટી જવી, બાળકોના ચાંદા,સહિત બાળકોના વિવિધ રોગોનું નિદાન અને સારવાર હાથ ધરાશે. આ કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓને મોટી સંખ્યામાં લાભ લેવા માટે વૈધ જયશ્રીબેન ચૌધરી, જિલ્લા આયુર્વેદ અધિકારી,તાપી દ્વારા જણાવાયું છે.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500