Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેશનલ હાઇવે ઓથોરીટીના પાપે,વ્યારા-બાજીપુરા માર્ગ વાહનચાલકો માટે જોખમી

  • February 22, 2020 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા-બાજીપુરા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોના માથા જીવનું જોખમ ઉભું થયું છે. હાઇવે ઓથોરીટી દ્વારા ઉભુ કરવામાં આવેલ બાજીપુરા ગામના બસ સ્ટોપ પાસે તૂટેલી હાલતમાં નજરે પડતું ડીવાયડર માંથી બાહરની તરફ નીકળી પડેલા લોખંડની રેલીંગ વાહનચાલકો માટે જીવનું જોખમ છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા હાઇવે ઓથોરીટીના જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તે જરૂરી બન્યું છે. તાપી જીલ્લા માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-53 ઉપરથી પસાર થતા વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસુલાત કરવા ધંધે લાગેલા ટોલ નાકાના સત્તાધીશો અને હાઇવે મેઈન્ટેનન્સ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, વ્યારા-બાજીપુરા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોના માથા જીવનું જોખમ ઉભું થયું છે. નેશનલ હાઇવે નંબર-53 ઉપર ઉભું કરવામાં આવેલ બાજીપુરા ગામના બસ સ્ટોપ પાસે તૂટેલી હાલતમાં નજરે પડતું ડીવાયડર માંથી બાહરની તરફ નીકળી પડેલા લોખંડની રેલીંગ વાહનચાલકો માટે યમદૂત સમાન છે, જેના કારણે ગમે તે ઘડીએ મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે.અહીના માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બને તે પહેલા હાઇવે ઓથોરીટીના જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તે જરૂરી બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તૂટેલી હાલતમાં નજરે પડતું ડીવાયડર માંથી બાહરની તરફ નીકળી પડેલા લોખંડની રેલીંગના કારણે કોઈ અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી હાઇવે ઓથોરીટી અને ટોલ ટેક્સ વસુલાત કરતી કંપની ની રહેશે.અકસ્માત સર્જાય તે પહેલા હાઇવે ઓથોરીટી દ્વારા ઉભુ કરવામાં આવેલ બાજીપુરા ગામના બસ સ્ટોપ પાસે સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે,  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application