તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી પાંચમી માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે, ત્યારે વિદ્યાર્થીઓના માનસ માં રહેલ બોર્ડ ની પરીક્ષાનો હાવ દૂર કરવા અને તેમને મૂંઝવતા પ્રશ્નો દૂર કરી તેઓ ભારણ મુક્ત પરીક્ષા આપી શકે તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તેમનું તથા તેમના વાલીઓનું મનોબળ વધારતો પત્ર મોકલવાની સાથે વિદ્યાર્થીઓને જેતે શાળામાં તજજ્ઞ શિક્ષકો દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરીક્ષા લક્ષી મૂંઝવણો દૂર કરવાની સાથે વિદ્યાર્થીઓ માં આત્મવિશ્વાસ આવે અને તેઓ મુક્તમને પરીક્ષા આપી શકે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application