તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગર પાલિકા હદ વિસ્તારમાં નાના કદના શાકભાજીવાળા વેપારીઓએ આજે નગરપાલિકા ની બહાર થી પસાર થતા રોડને જામ કર્યો હતો,તેમની માંગ હતી કે પાલિકાના સત્તધીશો મનસ્વી રીતે તેમને ધંધો કરવા દેતા નથી,જેને લઇ રોજીંદુ કમાતા આ ઈસમોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.વ્યારાના મેઈન બજાર વિસ્તારમાં દર શનિવારના રોજ મોટું શાકભાજી બજાર ભરાઈ છે, જેમાં વ્યારાની આસપાસના નાના ખેડૂતો શાકભાજી વેચવા આવતા હોય છે,આ ખેડૂતોને આજે જેતે જગ્યાઓ પર ન બેસવા દેતા અને ધંધો ન કરવા દેતા તેઓ એકજુથ થઈને વ્યારા નગરપાલિકા ની બહાર રોડ પર ચક્કાજામ કરી બેઠા હતા, આ લોકોનો આક્રોશ પારખી ગયેલા પાલિકાના સત્તાધીશો પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમને મનાવવાના પ્રયત્નો શરુ થતા કલાકો બાદ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે તેમને ત્યાંજ બેસવાદેવાની બાહ્યદરી આપતા આંદોલનસમેટાયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application