Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ૨૭મા રાજ્યકક્ષાના આદિજાતી મહોત્સવની ભવ્ય ઉજવણી

  • February 12, 2020 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આદિવાસી લોકજીવનની સાથે ગુજરાતની આસપાસના રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, છત્તીસગઢ જેવા રાજયોની આદિવાસી સંસ્કૃતિનું પરસ્પર આદાન પ્રદાન કરી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના બહુવિધ ઉદેશો સાથે પ્રતિ વર્ષ રાજ્ય સરકાર દ્વારા આદિજાતી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે તાપી જિલ્લામાં વ્યારા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ-ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે તા.૧૪/૧૫ ફેબ્રુઆરીના રોજ ૨૭મા રાજ્યકક્ષાના આદિજાતી મહોત્સવની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ,રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રીશ્રી રમણભાઈ પાટકર , તાપીના પ્રભારી અને નર્મદા શહેરી ગ્રામગૃહ નિર્માણ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સાંસદશ્રી પરભુભાઈ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ બે દિવસો દરમિયાન અહિયાં ગુજરાતનાં આદિવાસી નૃત્યોની રમઝટ જામશે. ડાંગી નૃત્ય, સાંગી નૃત્ય, ચૌધરી નૃત્ય, ગામિત નૃત્ય, ઘેરૈયા નૃત્ય, તુર નૃત્ય, કુકણા નૃત્ય, ઠાકરે નૃત્ય, શીદ્દી ધમાલ નૃત્ય, હોળી નૃત્ય, દિવાળી નૃયતા, પંથી નૃત્ય, ગરાસી નૃત્ય, તલવાર નૃત્ય, ભીલ નૃત્ય, મેવાસી નૃત્ય, માદળ નૃત્ય, આંટીયા નૃત્ય, પાવરી નૃત્ય, સગાઈ-ચાંદલા નૃત્ય જેવા આદિવાસી નૃત્યો રજૂ થશે. બે દિવસીય મહોત્સવમાં રાજ્યમાં આદિજાતિ વસ્તીનું પ્રભુત્વ ધરાવતા 14 જિલ્લાઓ સહિત અન્ય રાજયોના રાજ્યોના ૭૦૦થી વધુ કલાકારો તેમની આગવી અને અનેરી નૃત્યશૈલીમાં પારંપરિક વાદ્યોના તાલે એક મંચ પરથી આદિવાસી લોકનૃત્યોની રમઝટ બોલાવશે.વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિના જતન, સંવર્ધન સાથે આદિવાસી કલાકારોમાં રહેલી પ્રતિભાને નિહાળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application