તાપીમિત્ર ન્યુઝ,તાપી-સુરત:જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. આજે પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે ૫ વાગ્યે ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત ૨૩ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ૩ વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સુત્રો અનુસાર એક લક્ઝરી બસ સ્પીડમાં પસાર થઈ હતી. ત્યારબાદ અચાનક રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો હતો. બાળકોની ચીચયારી સંભળાતી હતી. લોકોએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરી પલટી ખાય ગયેલી લકઝરી બસ માંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બીજા લોકો પણ મદદે આવી ગયા હતા. તમામ બાળકો અને વડીલોને બહાર કાઢી ૧૦૮ની મદદથી સારવાર માટે રીફર કર્યા હતા. લક્ઝરી બસમાં ૫૭ બાળકો હતા જેમાં ૨૩ને ગંભીર ઇજા થઇ હતી. જેમાં ૩-૪ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરના અમૃતપુરામાં જિલ્લા પંચાયત શિક્ષણ સિમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે. ધોરણ ૪થી ૮ના વિદ્યાર્થીઓના સાપુતારા પ્રવાસના આયોજનને લઈને આજે વહેલી સવારે ૫૭ વિદ્યાર્થી અને શિક્ષકો રાધે ક્રિષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસ(જીજે-૦૧-બીવી-૯૫૯૩)માં અંકલેશ્વરથી નીકળ્યા હતા. દરમિયાન ચીખલીના સુરખેવ નજીક બસ પલટી મારી ગઈ હતી. પ્રવાસી બસને અકસ્માત નડતા રોડ વિદ્યાર્થીઓની ચીચયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. લક્ઝરી બસ પલટી મારી જતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ ૧૦૮ને જાણ કરી વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન અનાવલ, ચીખલી, કાંકલ, લીમઝર લોકેશનના ૧૦૮ના ઈએમટી-પાયલોટ દોડી આવ્યા હતા અને ૨૩ જેટલા ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી અને નવસારીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન વધુ ત્રણની તબિયત લથડતા સુરત સિવિલ ખસેડ્યા હતા.
ઈજાગ્રસ્તોના નામ.........
- નિમેષ વસાવા, (ઉ.વ.૧૨)
- મહેક રાજેશ વસાવા, (ઉ.વ.૧૩ )
- અમિત વસાવા, (ઉ.વ.૧૩ )
- ભૂમિ અશોક, (ઉ.વ.૧૨)
- ઈશા વસાવા, (ઉં.વ.૧૭)
- પૂનમ ગંગા, (ઉં.વ.૫૦)
- નિધિ કૈલાશ, (ઉ.વ.૧૨)
- નેહલ વાઘેલા, (ઉ.વ.૩૬)
- તરમલ,(ઉ.વ.૧૩ )
- જીતેન્દ્ર ગજ્જર, (ઉ.વ.૬૩)
- અસ્મિતા ઠાકોર, (ઉ.વ.૧૪)
- આદિત્ય,(વર્ષ૧૩ )
- પ્રિયા જીતેશ, ઉંમરઃ (ઉ.વ.૯)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application