તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:જિલ્લા રોજગાર કચેરી-તાપી દ્વારા તાપી જિલ્લાના રોજગાર વાંચ્છુક યુવક-યુવતીઓને રોજગારી મળી રહે તે માટે મેગા જોબ ફેરનું આયોજન વિદ્યાકુંજ વિદ્યાલય, (પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર), વિરપુર, વ્યારા ખાતે કરવામાં આવ્યું હતુ. આ "મેગા જોબફેર" માટે જીલ્લા રોજગાર કચેરી-વ્યારા દ્વારા ૮૦૦ થી વધુ ઉમેદવારોને કોલ લેટરો અને એસ.ટી. કુપનો મોકલવામાં આવેલ હતી, જ્યારે ૭૦૦ થી વધુ એસ.એમ.એસ.,વોટ્સઅપ, ઈ-મેલ થી ઉમેદવારોને રોજગાર ભરતી મેળા વિશે જાણ કરવામાં આવેલ. આજ રોજ યોજાયેલ ભરતી મેળામાં ૫૦૦ થી વધુ યુવક-યુવતીઓ નોકરી માટે ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ ભરતી મેળામાં દક્ષિણ ગુજરાતના ૧૦ નોકરીદાતાઓ હાજર રહી આશરે ૨૦૦ જેટલી નોકરીની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.રોજગાર કચેરીની ટીમે તાપી જીલ્લાના બેરોજગાર યુવક-યુવતીઓને રોજગારી મળી રહે તે માટે જીલ્લામાં પુરતા પ્રમાણમાં ઉદ્યોગો ન હોવા છતાં અન્ય જીલ્લાના નોકરી દાતાઓનો સંપર્ક કરીને આ જોબફેર કાર્યક્રમમાં ઉપસ્થિત રાખ્યા હતા. જેમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી.એન.ડી. ભીલ દ્વારા ઉપસ્થિત યુવક-યુવતીઓને નોકરી, સ્વરોજગારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે ઉપયોગી માહીતી સાથે રોજગાર સેવાઓ અને આગામી તા.૧૭ થી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૦ દરમિયાન સુરત ખાતે યોજાનાર એરફોર્સ ભરતી મેળા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મેગા જોબફેરનું સમગ્ર આયોજન અને સંચાલન જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર શ્રી વિનોદભાઈ મરાઠે,શ્રી વિરલભાઈ ચૌધરી અને કુ.સાવિત્રીબેન ગામીત દ્વારા કરવામાં આવેલ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application