Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ઓર્ગેનિક ખેત ઉત્પાદનોનું વેચાણ કરાશે:જાણો વિગત

  • February 03, 2020 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા, દર સોમવારે અને ગુરુવારે વ્યારા સહિત આસપાસના પ્રજાજનોને શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર દર સપ્તાહે સોમ અને ગુરુવારે સવારથી સાંજ સુધી, જિલ્લા સેવા સદન, પાનવાડીના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે, ઓર્ગેનિક ખેત ઉત્પાદન કરતાં ખેડૂતો દ્વારા વિવિધ ખેત પેદાશોનું વેચાણ કરાશે. અહી મુખ્યત્વે એપલ બોર, બ્રોકલી, મશરૂમ, ફ્લાવર, કોબી,સરગવો, ભીંડા, ચોળી-ચોળા, ટીંડોળા, કારેલા,ગલકા, મરચાં જેવા શાકભાજી સાથે લાલ અને કાળા ચોખા, કેસર કેરીનો પાવડર, આયુર્વેદિક માલિશ તેલ જેવા ઉત્પાદનોનું વેચાણ શરૂ કરાયું છે. આ તમામ ઉત્પાદનો રસાયણિક ખાતરના ઉપયોગ વિના તૈયાર કરાયા છે, તેમ જણાવી આ બજારનો વધુમાં વધુ લોકોને લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application