તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સૂત્ર સહી પોષણ, દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી શરૂ થયેલા ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવાના હેતુથી સામાજિક શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહિયારા પ્રયાસોથી તા.૩૦ જાન્યુઆરી થી તા.૧લી ફેબ્રુઆરી-૨૦૨૦ ત્રણ દિવસ દરમિયાન પોષણ અભિયાનના કાર્યક્રમો યોજાશે.જિલ્લામાં આ ત્રણ દિવસો દરમિયાન અભિયાનમાં મંત્રીશ્રી, પ્રભારી સચિવ, અધિક ગ્રામ વિકાસ કમિશ્નર, નાયબ વન સંરક્ષક અને એ.સી.એફ. સહિતના અધિકારીઓ હાજર રહેશે. રાજ્ય સરકારના બધા જ વિભાગો શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી અભિયાનની જેમ પોષણ અભિયાનમાં જોડાઈ આંગણવાડી વર્કર, આશા વર્કર અને એ.એન.એ.બહેનોની પોષણ ત્રિવેણી રચી બાળકોને કુપોષણમાંથી મુકત કરવાના સઘન પ્રયાસો કરવામાં આવશે.પ્રથમ દિને તા.૩૦/૦૧/૨૦૨૦ના રોજ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર ૧૨.૦૦ વાગે વ્યારા તાલુકાના ,ચાપાવાડી ખાતે અને ૨.૩૦ વાગે ડોલવણ ખાતે પોષણ અભિયાનમાં ઉપસ્થિત રહેશે. જિલ્લાના પ્રભારી અને નાણાં વિભાગના સચિવ મિલિંદ તોરવણે ૧૨.૦૦ વાગે સોનગઢ તાલુકાના વાડીભેંસરોટ ખાતે તથા બપોરે ૨.૩૦ વાગે વડપાડાપ્ર.ઉમરદા ખાતે ઉપસ્થિત રહેશે. બીજા દિવસે મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર ૧૨.૦૦ વાગે સોનગઢ તાલુકાના ડોસવાડા અને ૨.૩૦ વાગે વાઝરડા ખાતે ઉપસ્થિત રહેશે. પ્રભારી સચિવ મિલિંદ તોરવણે ૧૨.૦૦ વાગે વ્યારાના કેળકુઈ તથા બપોરે ૨.૩૦ વાગે બેડારાયપુર ખાતે ઉપસ્થિત રહેશે. ત્રીજા દિવસે તા.૧લી ફેબ્રુઆરીના રોજ વ્યારા નગર પાલિકા ખાતે ૧૨.૦૦ વાગે મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહેશે. આ અભિયાન હેઠળ સુપોષણયુકત આંગણવાડી-નંદઘરની આંગણવાડી કાર્યકર/આશાવર્કર/તેડાગર બહેનોને સન્માનિત કરાશે.
High light-તા.૩૦ જાન્યુઆરી થી તા.૧લી ફેબ્રુઆરી-૨૦૨૦ ત્રણ દિવસ દરમિયાન પોષણ અભિયાનના કાર્યક્રમો યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application