હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:કોસમડી ગામ ની મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત મદ્રેસા પ્રાથમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં જોરદાર આયોજન સાથે ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીના કાર્યક્રમમાં ગામના વડીલો ભાઈઓ બહેનો તેમજ શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ એ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી તિરંગો લહેરાવી સલામી અપાઇ હતી. બહાર દેશથી પધારેલા ગામનાં લોકલાડીલા મહેમાન શ્રી અહમદભાઈ સુલેમાન મહેતા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.આ પર્વની ઉજવણીના કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ જોરદાર રીતે નૃત્ય તેમજ ગીતો નો પ્રોગ્રામ રજૂ કરી હાજર જનોને મોહિત કરી દીધા હતા.આ કાર્યક્રમમાં હાજર મુખ્ય મહેમાન શ્રી અહમદભાઈ મહેતાએ તેઓના પ્રવચનમાં વાલીઓને જણાવ્યું હતું કે આ શાળાની શરૂઆત ફક્ત ૧૫ બાળકોની સંખ્યા થી વર્ષ ૨૦૦૦ જૂનથી કરવામાં આવી હતી. અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા કોસમડી ગામની લીંબાડા ફેમિલીએ ઉદાર દિલે દાન (સખાવત) નો પ્રવાહ શરૂ કરી એક વિશાળ આકર્ષક નયનરમ્ય ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળનું મકાન એકલે હાથે બનાવી આપ્યું હતું જેમાં ૨૩ રૂમ ૧ કોમ્પ્યુટર રૂમ, ૧ લેબોરેટરી રૂમ, અને ૨ હોલ મળી કુલ ૨૭ રૂમો હાલ કાર્યરત છે જેમાં આજે શિશુ ૧ થી ધોરણ ૧૨ સુધી તમામ જાતિના બાળકો અભ્યાસ કરી રહ્યા છે જે ખુબજ ખુશીની બાબત છે.સાથે સાથે તેઓએ બાળકોના ભણતર અને ઘડતર માટે મા-બાપ નો સાથ સહકાર હોવું ખૂબ જ જરૂરી છે તેવી પણ ટકોર કરી હતી. અને આ ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે પ્રયાસો કરનાર શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, શિક્ષિકાઓ તેમજ સર્વે સ્ટાફ, વિદ્યાર્થીઓ અને તમામ હાજરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી વ્હોરા ઝહિર અબ્બાસ સાહેબે આભારવિધિ વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application