Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અગામી ૨૫મી જાન્યુઆરી નારોજ માંડળ ટોલ નાકા પર ચક્કાજામ:જનતા દળ યુનાઇટેડ નું આવેદનપત્ર

  • January 22, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના માંડળ ટોલ નાકા પર ચક્કાજામ મુદ્દે જનતા દળ યુનાઇટેડ પાર્ટી દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સોનગઢ તાલુકાના માંડળ ગામના નેશનલ હાઈવે પર આવેલ ટોલનાકા ઉપર સ્થાનિક વાહનચાલકોને તાપી જિલ્લાના વાહનચાલકો માટે ટોલ ફ્રી છે. છતાં વારંવાર સ્થાનિક વાહનચાલકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.જેને લઇ જનતા યુનાઇટેડ પાર્ટી દ્વારા ચાર મુદ્દાઓ સાથે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું છે કે,અગાઉ ૧૭/૧૨/૨૦૧૯ નારોજ ઉપરોક્ત બાબતની માંગણીઓ કરેલ પરંતુ જેનો આજદિન સુધી કોઈ જવાબ મળેલ ન હોઈ અમો તા.૨૫મી જાન્યુઆરી નારોજ સવારે માંડળ ટોલનાકા ખાતે ભેગા થઇ માંગણીઓને સંતોષવામાં ન આવે તો ચક્કાજામ કરવા ભેગા થનાર હોવાનું જણાવામાં આવ્યું છે. ◆ મુદ્દાઓ પર એક નજર..... (૧) સ્થાનિક લોકલ વાહનચાલકો માટે એક અલગ રસ્તો લાઈન જેથી વાહનચાલકોને હેરાન ગતિ નહીં થાય. (૨) તાપી જિલ્લાના ખેડૂતોને શેરડી જે અનાજ વેચવા કે લેવા માટે વ્યારા કે સોનગઢ અવરજવર કરવી પડે છે. સ્થાનીક લોકલ આજુબાજુના હોવાછતાં હેરાન કરવામાં આવે છે. (૩)ટોલનાકા પર ૩ મિનીટ થી વધારે ઉભા રહેવું પડે તો સરકારના નિયમ પ્રમાણે ટોલ ફ્રી છે.છતાં ૩૦ મિનિટથી ૪૫ મિનિટ ઉભા રાખી મૂકે છે. (૪)ઘણી વખત ખાનગી દવાખાને સારી સારવાર લેવા માટે દર્દીઓને ખાનગી વાહનમાં હોસ્પિટલ ખાતે લઈ જવાનું થાય છે. જેના પરિણામે લાઈનમાં ઉભું રહેવું પડે અને દર્દીની સમયસર સારવાર ન મળતા તબિયત બગડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application