Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ૬૪,૩૪૩ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવાશે

  • January 19, 2020 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:પોલિયો જેવા ગંભીર રોગને દેશવટો આપવા માટે ચાલી રહેલા પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત સને ૨૦૨૦ના પ્રારંભે તા.૧૯ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન યોજાયેલા પોલિયો નાબુદી અભિયાન માંથી, જિલ્લાનું એક પણ બાળક પોલિયોના બે ટીપાં પીવાથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની કલેકટર શ્રી આર.જે.હાલાણીએ અપીલ કરી છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલિયો બુથનો શુભારંભ કરાવી, કલેક્ટરશ્રીએ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મયોગીઓને આગામી ત્રણ દિવસ સુધી ચાલનારા આ અભિયાનને સફળ બનાવવાની પણ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે વ્યારા ઉપરાંત આજે જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામકી ગામે ૧૭૨-વિધાનસભા મતદાર મંડળના ધારાસભ્ય સહિત, વ્યારા તાલુકાના કેળકુઈ ગામે કારોબારી અધ્યક્ષ અને ડોલવણ તાલુકા મથકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદ પટેલ દ્વારા પોલીયો બુથનો શુભારંભ કરાવાયો હતો. આ સાથે જિલ્લાના ગામેગામ, તમામે તમામ બુથ ઉપર સ્થાનિક અધિકારી, પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.દરમિયાન તાપી જિલ્લામાં ૦ થી ૫ વર્ષની વયજુથના કુલ ૬૪,૩૪૩ બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવવાના લક્ષ નિર્ધાર સાથે, જિલ્લામાં ૫૩૫ બુથ અને ૩૭ ટ્રાન્ઝિટ પોઇન્ટ, ૧૮ જેટલા મેળા/હાટ બજાર પોઇન્ટ કાર્યાન્વિત કરાયા છે. જેના માટે ચુનંદા આરોગ્યકર્મીઓ સાથે ૧૭ મોબાઈલ ટિમ, ૧૦૬૮ હાઉસ ટુ હાઉસ ટિમ, સુપરવાઇઝરી સ્ટાફ, તાલુકા/જિલ્લા કક્ષાના અધિકારીઓની ટિમ કામે લાગી છે. આ કર્મયોગી સતત ત્રણ દિવસો દરમિયાન એક પણ લક્ષિત બાળક અભિયાનથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application