તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાને અડીને આવેલા માંડવી-શેરુલા માર્ગ ઉપર પુલ બનાવવાની ચાલી રહેલી કામગીરીને ધ્યાને લેતા, આ માર્ગ ભારે તથા અતિભારે વાહનો માટે આગામી તા.૯મી માર્ચ, ૨૦૨૦ સુધી બંધ કરાયો છે.અંદાજે એકાદ વર્ષ સુધી ચાલનારી પુલ બનાવવાની આ કામગીરી પ્રગતિમાં હોઈ, આ માર્ગ ઉપરથી પસાર થતાં ભારે થી અતિ ભારે વાહનોને, વૈકલ્પિક માર્ગ તરીકે ફેદરિયા ચોકડી (ઘંટોલી)-માંડવી-તરસાડા (એન.એચ.૫૬)-વ્યારા-સોનગઢ-નવાપુર (એન.એચ.૫૩) કુલ ૫૦ કિલોમીટર, તથા નવાપુરથી ગુજરાત-સોનગઢ-વ્યારા (એન.એચ ૫૩)-તરસાડા-માંડવી (એન.એચ.૫૬)-ફેદરિયા ચોકડી (ઘંટોલી) કુલ ૫૦ કિલોમીટર માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application