Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ગુજરાત-મહારાષ્ટ્રને જોડતા માર્ગનું નવિનિકરણ કરાશે:જાણો શુ છે વિગત..

  • January 09, 2020 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના સોનગઢ થઇ બરડીપાડા-મહાલ-આહવા-શામગહાન-સાપુતારા થઈ મહારાષ્ટ્રને જોડતા રાજ્ય ધોરી માર્ગ નંબર-૫૩ ને રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૯૫૩ માં પરિવર્તિત કરીને, તેના ઝડપી વિકાસ માટે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના સઘન પ્રયાસોને કારણે, સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યને સાંકળતા આ માર્ગની જરૂરિયાત અને ઉપયોગીતા ધ્યાને લેતા, સાંસદ શ્રી વસાવાએ આ માર્ગને જુદા જુદા ભાગોમાં મંજુર કરાવી કરોડો રૂપિયાના ખર્ચે આ માર્ગના નવિનિકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ માર્ગ પૈકી સોનગઢ-બરડીપાડા-મહાલ-આહવા રોડ માટે ૩ પેકેજમાં ડી.પી.આર. બનાવાયા છે. જેમાં (સોનગઢ-કપડબંધ) હયાત ૭.૫ મીટરના માર્ગને ૧૦ મીટરની પહોળાઇનો કરવાનું આયોજન કરાયું છે. ઉપરાંત આ માર્ગ ઉપર આવતા વળાંકો સુધારવા સાથે ચાર માર્ગીય રેલવે ઓવર બ્રિજના કામો પણ હાથ ધરાનાર છે. પેકેજ એક હેઠળના આ કામ પાછળ અંદાજીત ₹ ૧૭૦/- કરોડની રાશિ મંજૂર કરવામાં આવી છે. ◆બીજા પેકેજ.. (કપડબંધ-ગાઢવી) હેઠળ ₹ ૧૬૭/- કરોડના ખર્ચે હયાત ૩.૬૫ મીટરના માર્ગને ૫.૫૦ મીટરનો કરવા સાથે માર્ગોના વળાંક સુધારણાના કામો પણ હાથ ધરાશે. ◆ત્રીજા પેકેજ.... (ગાઢવી-આહવા) હેઠળ ₹ ૧૧૦/- કરોડના ખર્ચે ૩.૬૫ મીટરના હયાત માર્ગને ૭ મીટરનો કરવા સાથે તેના મજબૂતીકરણના કામનો સમાવેશ કરાયો છે.આમ, ગુજરાત-મહારાષ્ટ્રને જોડતા આ નવા રાષ્ટ્રીય ધોરી માર્ગને ₹ ૪૪૭/- કરોડના ખર્ચે નવિનિકરણ સાથે તેને સુરક્ષિત કરવાનું કામ હાથ ધરાયુ છે. વ્યારા ખાતે મીડિયાના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરતા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ આ રાષ્ટ્રીય ધોરી માર્ગના નવિનિકરણ સાથે આ વિસ્તારમાં ₹ ૧૫ કરોડના ખર્ચે ઉચ્છલ-કરોડ રોડ, ₹ ૨૦ કરોડના ખર્ચે વ્યારા-ખેરવાડા રોડ, તથા ₹ ૧૫ કરોડના ખર્ચે માંડવી-શેરુલા રોડના કામો પણ રાજ્ય તથા કેન્દ્ર સરકારના સહયોગથી હાથ ધરાયા છે, તેમ જણાવ્યું હતું.માર્ગોના વિકાસ સાથે તાપતિ લાઇન ઉપરના દસ્તાન ફાટક તથા વ્યારા હોમીઓપેથી કોલેજ પાસેના રેલવે ઓવર બ્રિજના કામો પણ સત્વરે પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે, તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application