તાપીમિત્ર ન્યુઝ,વાલોડ : તાપી જીલ્લા પોલીસવડા એન.એન.ચૌધરી તથા ડીવાયએસપી આર.એલ.માવાણી નાઓએ જીલ્લા માંથી ગેરકાયદેસર થતી પ્રોહી પ્રવૃત્તિ ઉપર વોચ રાખી પ્રોહી ગુન્હાઓ ઉપર અંકુશ લાવવા સારૂ તાપી એલસીબીના પીએસઆઈ ડી.એસ.લાડ નાઓને આપેલ સુચનાના આધારે પીએસઆઈ ડી.એસ.લાડ,હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતભાઈ,જગદીશભાઈ જોરારામભાઈ,સમીરભાઈ રાણા,પોલીસકોન્સ્ટેબલ અનીલભાઈ નાઓ સાથે તા.30મી નારોજ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુન્હા અંગે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતભાઈને બાતમી મળી હતી કે, બાજીપુરા ગામના હળપતિવાસ પુલફળીયામાં રહેતો સંજયભાઈ બાબુભાઈ રાઠોડ નાઓએ પોતાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો મોટો જથ્થો મંગાવી સંતાડી રાખેલ છે જેના આધારે સંજય રાઠોડના રહેણાંક ઘરમાં દરોડા પાડ્યા હતા. ઘર માં તપાસ કરતા ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ ઈગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-250 કી.રૂ.33,000/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બનાવમાં હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ નાઓની ફરિયાદના આધારે વાલોડ પોલીસ મથકે સંજયભાઈ બાબુભાઈ રાઠોડ અને તેની પત્ની યોગિતાબેન સંજયભાઈ રાઠોડ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application