તાપીમિત્ર ન્યુઝ,અમદાવાદ : અમદાવાદ ખાતે શ્રીમાળી બ્રાહ્મણ સુવર્ણ હોલમાં કંસારા ઉત્કર્ષ સંસ્થાન દ્વારા તા.29મી ડીસેમ્બર નારોજ એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંસારા સમાજ ના મહાનુભાવો તેમજ મોટીસંખ્યામા સમાજ ના લોકો તેમજ મહિલાઓ,છાત્રાલયની દીકરીઓની ઉપસ્થિતિમાં ગ્રેનસના સભ્ય શ્રીમતી દીપાલીબેન કંસારા દ્વારા આ મિટીંગમા ઉપસ્થિત લોકોને ગ્રેનસ એપ્લિકેશન મહિલાઓ ને કેવી-કેવી વિકટ પરિસ્થિતિ કઈ-કઈ રીતે મદદરૂપ થઈ શકે છે. તેમજ ગુમ થયેલ બાળકો-યુવાન અને વયોવૃદ્ધ ને શોધવા માટે કઈ રીતે ઉપયોગી બને છે. તેમજ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી તે અંગે સવિસ્તર માહિતી આપી હતી તેમજ મીટીંગ હોલમાં ઉપસ્થિત બહેનો માંથી આશરે 50 જેટલી બહેનો ને રૂબરૂમા એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. સમાજ મા મહિલાઓ પર થતી અન્ય અસામાજિક પ્રવ્રુતિઓ ને રોકવા માટે ગ્રેનસ એપ્લિકેશન ના માધ્યમ થી સમાજ ના લોકોને ને એક સાંકળરૂપ જોડાઈ અને મહિલાઓને મદદરૂપ બનવા જનજાગૃતિ માટે ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ની ટીમ દ્વારા વિવિધ શહેરોમાં સેમિનાર ના આયોજન રાખી ગ્રેનસ એપ્લિકેશન અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે.
high light-શ્રીમતી દીપાલીબેન કંસારા દ્વારા આ મિટીંગમા ઉપસ્થિત લોકોને ગ્રેનસ એપ્લિકેશન મહિલાઓ ને કેવી-કેવી વિકટ પરિસ્થિતિ કઈ-કઈ રીતે મદદરૂપ થઈ શકે છે. તેમજ ગુમ થયેલ બાળકો-યુવાન અને વયોવૃદ્ધ ને શોધવા માટે કઈ રીતે ઉપયોગી બને છે. તેમજ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી તે અંગે સવિસ્તર માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application