તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા કલાપ્રેમી કલાકારોમાં રહેલી કલા પ્રતિભાને ઉજાગર કરવા માટે તેમજ વિસરાતી પરંપરા ઉજાગર કરવાના ઉમદા હેતુથી દર વર્ષે કલા મહાકુંભ યોજવામાં આવે છે.જે અંતર્ગત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,તાપી દ્વારા ચાલુ વર્ષે પણ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં તા. ૧૧ જાન્યુઆરી થી તબક્કા વાર આ સ્પર્ધાઓની શરૂઆત થશે. વય જુથ મુજબ ૧૦ વર્ષથી નાના કલાકારો (જન્મ તારીખના પુરાવા), ૧૧ વર્ષથી ૨૦ વર્ષ સુધીના વયજુથના કલાકરો (જન્મ તારીખના પુરાવા), ૨૧ વર્ષથી ઉપરના (ઓપન ગૃપ) અને ૬૦ વર્ષથી ઉપરના કલાકારો તમામ જુથમાં પુરુષો/ મહિલા કલાકારો ભાગ લઈ શકશે.કલા મહાકુંભમાં ભાગ લેવા માંગતા કલાકારોએ પુરૂનામ,સરનામું,અભ્યાસ, અન્ય પ્રવૃતિઓમાં ભાગ લીધો હોય તો તેની વિગતો સાથેની અરજી નીચે જણાવેલ સરનામે તા.૩૧-૧૨-૧૯ સુધીમાં બાયો ડેટા સાથે અરજી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જિલ્લા સેવા સદન પાનવાડી,બ્લોક નં.૬ પ્રથમ માળ, વ્યારા,જિ.તાપી ખાતે મોકલી આપવાની રહેશે. વધુ વિગતો માટે કચેરીના સરનામે સંપર્ક સાધવાનો રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500