Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા પોલીસની સોસીયલ મીડિયા પર વોચ:જાણો શુ છે કારણ..

  • December 25, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બની રહેતા તાજેતર માં ચાલી રહેલા CAA અને NRC ના બાબતે અસામાજિક તત્વો દ્વારા સોસીયલ મીડિયા નો ઉપયોગ કરી કાયદો અને વ્યવસ્થા બગાડતા ઈસમો મામલે કડક હાથે કામગીરી હાથ ધરનાર હોય જેના પગલે તાપી જિલ્લા ની પ્રજજનો દ્વારા આ બાબતે ગંભીરતા દાખવે એ જરૂરી છે. તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અપીલ કરાઈ છે કે હાલ માં CAA અને NRC ના બાબતે અમુક અસામાજિક તત્વો સોસીયલ મીડિયા મારફતે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતિ માં મુશ્કેલીઓ ઉભી કરે છે. જિલ્લામાં સોસીયલ મીડિયા નો ઉપયોગ કરતા લોકોએ ખોટી અફવા માં ન આવવું અને ખોટી અફવા ન ફેલાવી એ જરૂરી છે. તાપી જિલ્લા પોલીસ સોસીયલ મીડિયા પર સતત વૉચ કરી કરી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ અફવા ફેલાવતા કે શાંતિ ડોહળાઈ એવા મેસજ કરસે તો તેમના વિરુદ્ધ તાપી પોલીસ કાયદાકીય પગલા ભરી શકે છે તેમ કોઈ બે મત નથી. ત્યારે તાપી જિલ્લાની પ્રજા આ બાબતે ગંભીરતા દાખવે અને નિયમોનું પાલન કરે એ પણ જરૂરી બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application