Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોસમડી ગામે ડીજીવીસીએલ કંપનીની ઘોર બેદરકારી:અબોલા પશુએ જીવ ગુમાવ્યો

  • December 23, 2019 

હનીહ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ : અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે ગ્રામ પંચાયત નજીક જુમ્મા મસ્જિદ ની પાસે ડીજીવીસીએલ કંપનીની ડીપી લાગેલી છે જે ડીપીને થોડા સમય પહેલા ત્યાં મૂકવામાં આવી હતી જે છેલ્લા કેટલાય સમયથી ખુલ્લી હાલતમાં જોવા મળતી હતી. જેના ગોળ ફરતે કોઈપણ જાતની પ્રોટેક્શન થાય તેવું કંઈ પણ હતું નહીં જેના કારણે ગઈકાલે સાંજે એક બકરીનું બચ્ચું ડીપીની દીવાલ નજીકથી પસાર થતા અકસ્માતે સીધું ડીપીના ઉપર જ પડ્યું હતું જેના કારણે મોટો ધડાકો થતાં લોકો માં ગભરાટ ફેલાયો હતો તેમજ વીજળી ડૂલ થઈ હતી અને વીજળી નો કરંટ લાગતા સ્થળ ઉપર જ આ અબોલા પશુએ જીવ ગુમાવ્યો હતો જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી તેમજ ડીજીવીસીએલ કંપનીની બેદરકારી ભરી કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા હતાં. તેમજ આ ઘટના બન્યા પછી હજુ પણ ડીજીવીસીએલ કંપનીના કોઈપણ કર્મચારીએ જગ્યા ઉપર આવવાની કે તપાસ કરવાની તસ્દી સુધ્ધા લીધી નથી. તેમ લોકોએ જણાવ્યું હતું લોકોની માંગ છે કે જલ્દીથી આ ડીપીને ગોળ ફરતે પ્રોટેક્શન કરી આપવામાં આવે અને આવા ગંભીર અકસ્માતો થતા રોકવાના પ્રયાસો કરવામાં આવે તેવું જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application