હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:ભરૂચ શહેરમાં ઈનર વ્હીલ ક્લબ દ્વારા બે દિવસીય ઇનર વ્હીલ ડીસ્ટ્રી તેમજ આઇ ડબલ્યુ ડિસ્ટી રેલીના કાર્યક્રમો યોજાયા હતા. ઇનર વ્હિલ મિત્રતા સેવા અને સમજણ બનાવવા માટે સૌથી મોટી આંતરરાષ્ટ્રીય મહિલા સંસ્થા છે તેની એક લાખથી વધુ સદસ્યાઓ સાથે સૌથી વધુ દેશોમાં ક્લબ્સ છે. ઇનર વ્હીલ જિલ્લા ૩૦૬ એ ગુજરાત (મધ્ય, સૌરાષ્ટ્ર, દક્ષિણ) અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સ્થિત છે. ભરૂચના ઇનર વ્હીલ ક્લબ દ્વારા ભરૂચ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિના છપ્પન વર્ષ પૂર્ણ થઇ ગયા છે ઘણી સફળ નિઃશુલ્ક તબીબી શિબિરો,મહિલાઓ માટે સશક્તિકરણ કાર્યક્રમો અને જરૂરિયાતમંદ યુવાનો માટે ઉત્કર્ષ પ્રોજેક્ટ્સ કરી રહ્યું છે. એકવીસમી ડિસેમ્બરે ઇનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ મહિમામાં આઇ ડબલ્યુ એસોસિએશન પ્રમુખ મમતા ગુપ્તા,આંતરરાષ્ટ્રીય આંતરિક વાઇસ પ્રેસિડન્ટ ડો.બીના વ્યાસ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન કલ્પના શાહ, રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ અધ્યક્ષ અનિસ શાહ અને સુવિખ્યાત વક્તા અને સામાજિક કાર્યકર્તા રૂઝાન ખંભાતાએ પ્રસંગને આવકાર્યો હતો. ભરૂચ વેલફેર હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક હાડકાની ઘનતા અને આરોગ્ય તપાસણી શિબિર જિલ્લાના તમામ સદસ્યો માટે રાખવામાં આવી હતી રવિવાર ૨૨ મી ડિસેમ્બરના રોજ આઇ ડબલ્યુ ડિસ્ટ રેલી કલિશા યોજાઇ હતી. રમતો, સ્પર્ધાઓ અને બમ્પર ઇનામોથી ભરપૂર આનંદદાયક કાર્યક્રમ રહ્યો હતો દરેક કાર્યક્રમમાં બસો જેટલા સદસ્યોએ ભાગ લીધો હતો રેલિકોન ઇવેન્ટના અધ્યક્ષ પી ડી સી નિક્કી મહેતા તથા આઇ ડબલ્યુ ક્લબ ઓફ ભરૂચ પ્રમુખ જાસ્મીન મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું સમાપન કરાયું હતું...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application