Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના પેન્શનરો જોગ

  • December 19, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:જિલ્લા તિજોરી કચેરી તાપી  દ્વારા પેન્શન મેળવતા તમામ પેન્શનરોને આથી જણાવવામાં આવે છે કે જેમની વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં આવકવેરાને પાત્ર હોય તેવા તમામ પેન્શનરોએ એમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો રોકાણ કરી તેના આધાર પુરાવાઓ તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ તા.૧૫/૦૧/૨૦૨૦ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી તાપી પહોચતી કરવાની રહેશે. જો રોકાણની વિગતો કે આધાર પુરાવા નિયત સમય મર્યાદામાં રજૂ નહિ કરવામાં આવે તો આવકવેરાના નિયમો અનુસાર ટી.ડી.એસ. ની કપાત કરી લેવામાં આવશે. તેમજ પાન કાર્ડની નકલ રજૂ નહીં થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઈ શકશે નહીં જેની સર્વે પેન્શનરો એ ખાસ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી તાપીની એક યાદીમાં જણાવાયુ  છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application