તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:કલેકટર કચેરીના કોનફરન્સ હોલમાં જિલ્લા કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં ટ્રાયબલ સબ પ્લાન કચેરી, સોનગઢ દ્વારા અમલી યોજનાકીય કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરે જણાવ્યું કે, ગરીબ અને જરૂરિયાતમંદ સમાજના વિકાસ માટે વિવિધ યોજનાઓ હેઠળ સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે વિકાસ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુકત રીતે કરી સરકારી નાણાંનો ઉપયોગ લોકોની લાગણી અને માંગણી મુજબની સુવિધાઓ વધારારવામાં થાય તે ખુબ જરૂરી છે. તેમણે અગાઉના વર્ષના શરૂ ન થયેલા કામોને ઝડપથી શરૂ કરવા તથા પ્રગતિ હેઠળના કામો નિયત સમયે પૂર્ણ થાય એ રીતે કામગીરી કરવાની સુચના આપી હતી. ખાસ કરીને આયોજન કરતી વેળા કોઈ કમનું ડુપ્લીકેશન ન થાય તે જોવા તાકીદ કરી હતી. અને આવી કોઈ બાબત ધ્યાને આવશે તો સબંધિત અધિકારી જવાદાર રહેશે તેમ જણાવ્યુ હતુ. આ બેઠકમા નવેમ્બર-૧૯ અંતિત વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦૨૦ના વિવિધ વિકાસ કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરતા તેમણે અમલીકરણ અધિકારીઓને કામો શરૂ ન થવા અંગેના કારણોની જાણકારી મેળવી કામો ઝડપથી શરૂ કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ કરવા તથા પૂર્ણ થયેલા કામોનો રિપોર્ટ કરવા માટે પણ તાકીદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application