Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાંચ પ્રકરણમાં સોનગઢના ટીડીઓ આશાબેન વસાવાને એસીબીનું તેડું !! ઉચ્ચઅધિકારીના ઇશારે જ રૂપિયા માંગણી થતી હોવાની ચર્ચા !! તપાસનો વિષય

  • December 18, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ : લાંચિયાઓમાં જાણે એસીબી વિભાગનો ડર જ રહ્યો ન તેમ લાંચ માંગવાના પ્રકરણમાં એકપછી એક વધારો નોંધાઈ રહ્યો છે.તેની જ સાથે લાંચિયાઓના ચહેરા પણ સમાજની સામે ખુલ્લા પડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને સોનગઢ તાલુકા પંચાયત કચેરીમાં એક નજર કરીએ તો ગત વર્ષ તા.23મી એપ્રિલ 2018 નારોજ વિસ્તરણ અધિકારી વિપુલ વસાવા અને સિનીયર ક્લાર્ક રૂપિયા 20 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા. હજુ ઘટનાની સિયાહી સુકાઈ નથી ત્યાં અહીની કચેરીના વધુ બે લાંચિયાઓને ઝડપી પાડવામાં એસીબી વિભાગને સફળતા મળી છે. જે પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. તાપી જીલ્લાની કચેરીઓમાં ફરજબજવતા લાંચિયા અધિકારી અને કર્મચારીઓના ચહેરા સમાજની સામે ખુલ્લા પાડવાનું કામ એસીબી વિભાગ ખુબજ પ્રમાણિકતાથી કરી રહી છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કચેરીના કામે આવતા વ્યક્તિ પાસે કોઇપણ રાજ્યસેવક,અધિકારી હોય કે પછી કર્મચારી લાંચની માંગણી કરતો હોય તો આવા લાંચિયાઓને પકડવા માટે એસીબી વિભાગએ દરેક કચેરી બાહર પોતાની કચેરીનું નામ-સરનામું અને ટોલ ફ્રી નંબર 1064 વાળું પાટિયું લટકાવ્યું જ છે. તેમછતાં નફફટ લાંચિયાઓમાં જરાક પણ ડર નથી. જોકે,કચેરીના કામે ધક્કા ખાતા અને માનસિક રીતે ભાંગી પડેલા લોકો માટે કચેરી બાહર લટકતું એસીબીનું પાટિયું આશીર્વાદરૂપ સાબિત થયું છે. મોટેભાગની કચેરીઓમાં ઉચ્ચઅધિકારીના ઇશારે જ લાંચની માંગણી થતી હોવાનું જાણવા મળ્યું છે. જોકે,સોનગઢ તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ ના રાજમાં કચેરીનું કોઇપણ કામ કરાવવું હોય તો પહેલા ગાંધીછાપ આપો તોજ ફાઈલ આગળ વધે જેવી પરંપરા યથાવત હોવાનું કચેરીના કામે આવતા અરજદારોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે,આ પરંપરા પર એસીબી વિભાગે થોડા દિવસ માટે બ્રેક લગાવી દીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અહીંની કચેરીમાં ફરજબજવતો લાંચીયો આસિસ્ટન્ટ ટીડીઓ મોહમદ જાવિદ યુસુફખાન પઠાણ અને જુનીયર ક્લાર્ક બળવંતભાઈ ભીમજીભાઇ લાડુમોર નાઓ તા.7મી ડિસેમ્બર નારોજ વ્યારા ખાતે જિલ્લા સેવા સદન માં આવેલ જિલ્લા પંચાયત કચેરીના ગેટ પાસે એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા. એસીબીની આ સફળ ટ્રેપમાં ફરીયાદીના મિત્ર નો પ્લોટ સોનગઢ ખાતે આવેલ હોય જે પ્લોટ તેઓ વેંચવા માંગતા હોય જે પ્લોટ 73એએ મુજબ નો હોય જેને 73એએ કેન્સલ કરાવવા પોતે અરજી કરી વેચવાની તથા બાકીની તમામ કામગીરી તેમના મિત્રએ ફરીયાદીને સોપેલ હોય જે બાબતે આસિસ્ટન્ટ ટીડીઓ જુનિય ક્લાર્ક નાઓને મળી લેવા જણાવેલ અને ફરીયાદ આસિસ્ટન્ટ ટીડીઓને મળતા જુનીયર ક્લાર્ક નાઓએ રુપિયા 10 હજાર અગાઉ ફરીયાદ પાસેથી લીધેલ ત્યારબાદ આસિસ્ટન્ટ ટીડીઓ એ "આટલા રુપિયામા મા નહી થાય બીજા રુપિયા 15 હજાર આપવા પડશે" તેમ જણાવી બાકીના નાણા જુનીયર કલાર્કને આપી દેવા જણાવેલ,પરંતુ આ કામના ફરીયાદ લાંચની રકમ આપવા ન માંગતા હોય,જેથી તેઓએ એસીબી પોલીસને ફરીયાદ આપી હતી અને છટકા દરમ્યાન જુનીયર કલાર્ક અને આસિસ્ટન્ટ ટીડીઓ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.આધારભૂત સુત્રો અનુસાર એસીબીના હાથે ઝડપાયેલા લાંચિયાઓના તા.10મી ડીસેમ્બર નારોજ ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.બંને જણા હાલ જેલના સળિયા ગણી રહ્યા છે.ત્યારબાદ વધુ તપાસ અને પૂછપરછ માટે સોનગઢ તાલુકા પંચાયતના ટીડીઓ આશાબહેન વસાવાને એસીબી કચેરીએ હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. ત્યારે એસીબી વિભાગ દ્વારા આ પ્રકરણમાં પકડાયેલા લાંચિયાઓ અને ઉચ્ચઅધિકારીઓના મોબાઈલ ફોનના કોલ ડીટેઇલ અને લાંચ પ્રકરણમાં સંડોવાયેલા લાંચિયાની બેનામી સંપતીની પણ તપાસ હાથ ધરવામાં તેવી માંગ પ્રબળ બની છે.(સાંકેતિક તસ્વીર)

high light-ગત તા.7મી ડીસેમ્બર નારોજ આસિસ્ટન્ટ ટીડીઓ અને જુનીયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા હતા. high light-કચેરીના કામે ધક્કા ખાતા અને માનસિક રીતે ભાંગી પડેલા લોકો માટે કચેરી બાહર લટકતું એસીબીનું પાટિયું આશીર્વાદરૂપ સાબિત થયું છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application