તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સરકાર દ્વારા આગામી ૧૫મી ડિસેમ્બરથી એટલે કે આજરોજ રાત્રે ૧૨:૦૦ વાગ્યાથી સોનગઢ તાલુકાના માંડળ ગામના ટોલ નાકા સહિત દરેક ટોલ ટેક્ષ પર ફાસ્ટટેગ ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે.તેને લઇને વાહનચાલકોમાં અનેક મુંઝવણ પણ છે.ફાસ્ટટેગના નિયમોને લઇને હજુ પણ અનેક વિસંગતતાઓ છે.જેમ કે જો કોઇ વાહનમાં ફાસ્ટટેગ નહી હોય તો તેને વધારે ટેક્ષ આપવો પડશે.જે ખરેખર નિયમની વિરુદ્ધ છે અને માત્ર કેસલેશ સિસ્ટમને લાગુ પાડવા માટે કોઇ પાસે વધારે દંડ વસૂલવો તે યોગ્ય બાબત નથી.બીજો મોટો પ્રશ્ન છે એ છે કે,ફાસ્ટટેગમાં રિટર્ન ટિકિટ લેવા માટેનો વિકલ્પ જ નથી આપવામાં આવ્યો.જેના કારણે દર વખતે વાહનચાલકને વધારે નાણાં આપવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જેના કારણે સોનગઢ-વ્યારા,વ્યારા-સોનગઢ રૂટ પર નિયમિત રીતે અપડાઉન કરતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આપને અહીં જણાવી દઈએ છીએ કે,સોનગઢ-વ્યારા નેશનલ હાઇવે નંબર-૫૩ સોનગઢથી સુરતના ૧૩૫/- રુપિયા અને રિટર્ન ટિકિટના ૨૦૫/-રુપિયા છે.અત્યાર સુધી સ્થાનિક જીજે-૨૬ પાર્સિંગના વાહનનો ટોલટેક્સ માંથી મુક્તિ આપી હતી.જોકે,આજે રાત્રે ૧૨:૦૦ વાગ્યાથી માંડલ સહિત અન્ય ટોલ નાકાઓ પર ફાસ્ટટેગ લાગુ થઈ જશે.જેના કારણે ટોલ નાકા પર ઘર્ષણ થવાની શકયતા સેવાઇ રહી છે.અત્રે ઉલ્લેખનીય છેકે, તાપી જિલ્લાના જીજે/૨૬ રજીસ્ટ્રેશન વાળા વાહનોને ટોલ ટેક્સ માંથી મુક્તિ અપાવવા માટે અનેક આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેમજ આંદોલનો તથા ચક્કાજામ પણ કરવામાં આવ્યા છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application