Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આખરે,તાપી જીલ્લામાં શૈક્ષણિક લાયકાત ન ધરવતા શિક્ષકોને શાળામાંથી ખદેડી મુકવાના અપાયા આદેશ

  • December 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જીલ્લામાં શૈક્ષણિક લાયકાત ન ધરવતા શિક્ષકોને શાળામાંથી તાત્કાલિક અસરથી છુટા કરવા માટે જીલ્લાની તમામ શાળાઓને જીલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીએ આદેશ દીધા છે. મળતી માહિતી અનુસાર પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગના બિન તાલીમી શિક્ષકોને છુટા કરવા માટે જીલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીએ આપેલ આદેશ અનુસાર બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ-2009 ની કલમ-23 (2) હેઠળ કરવામાં આવેલ જોગવાઈ મુજબ નિયત કરવામાં આવેલ શૈક્ષણિક લાયકાત જે શિક્ષકો ધરાવતા નથી તેવા બિન તાલીમી શિક્ષકોને તા.31-માર્ચ-2019 સુધીમાં તાલીમ/પદવી મેળવી જણાવવામાં આવેલ,જેથી તા.01-એપ્રિલ-2019 ની સ્થિતિએ જે શિક્ષક નિયત થયેલ લાયકાત ન ધરાવતા હોય તેવા શિક્ષકોને શાળામાંથી છુટા કરવાના થતા હતા.તેમછતાં જો કોઈ શાળા તરફથી બિન તાલીમી શિક્ષકોને છુટા કરવામાં આવેલ ન હોય તો તાત્કાલિક અસરથી છુટા કરવા જણાવવામાં આવે છે,જો તેમ કરવામાં ચુક થશે તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવા પણ જીલ્લાની તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે.સુત્રો અનુસાર તાપી જીલ્લાની શાળાઓ આશરે 150થી વધુ શૈક્ષણિક લાયકાત ન ધરવતા શિક્ષકો અને કેટલાક આચાર્યો પણ શિક્ષણ આપી રહ્યા છે.ત્યારે તાપી જીલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી આ બાબતે પણ સ્થળ તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.

High light-આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વ્યારા નગરમાં આવેલ મોટેભાગની ખાનગી પ્રાથમિક શાળાઓમાં બિનતાલીમી આચાર્યોની પણ નિમણુક કરવામાં આવી છે.તપાસનો વિષય
       


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application