Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતમાં કોરોનાનાં નવા 18,930 કેસ નોંધાયા, વધુ 35 લોકોનાં મોત

  • July 08, 2022 

ભારતમાં કોરોનાનાં નવા 18,930 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાનાં કુલ કેસોની સંખ્યા વધીને 4,35,66,739 થઇ ગઇ છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,19,457 થઇ ગઇ છે. વધુ 35 લોકોનાં મોત નોંધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,25,305 થઇ ગયો છે.




છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં 4245નો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 4,38,005 કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 86.53  કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. દૈનિક પોઝિટીવ રેટ 4.32 ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ 3.46 નોંધવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 35 મોત પૈકી 19 કેરળમાં, સાત મહારાષ્ટ્રમાં અને ત્રણ પશ્ચિમ બંગાળમાં નોંધવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application