તાપીમિત્ર ન્યુઝ, સોનગઢ:સોનગઢ ખાતે આજે કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન છેડ્યું હતું, સવારેથી શરુ થયેલ આંદોલન કલાકો બાદ સમેટાયું હતું,જેને પગલે ચાર જેટલી ટ્રેનોને અસર પહોંચી હતી,કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણસે તે માટે તાપી પોલીસ સહિત રેલવે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.તાપી જિલ્લાના સોનગઢના ચાંપાવાડી ગામે આવેલ રેલવે ફાટક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી ની આગેવાનીમાં યુવા કોંગ્રેસના કાર્યકરો,કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો,સહીત કોંગી આગેવાનો મોટી સંખ્યામાં ભેગા મળીને રેલવે ટ્રેકને કલાકો સુધી જામ કરી હતી,તેમની માંગ છેકે સોનગઢની ચાંપાવાડી ગામે આવેલ રેલવે ફાટક પર ઓવર બ્રિજ બને બીજી માંગ એ હતી કે તાપી જિલ્લાને એક્ષપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ મળે જે માંગો સાથે તેઓ રેલવે ટ્રેક પર આજે સવારથી બેસી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા,અને ગુડ્સ ટ્રેનને રોકી હતી,જેને લઈ બે પેસેન્જર ટ્રેનો અને એક ગુડ્સ ટ્રેનને અસર પહોંચી હતી, કલાકોની જહેમદ બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક ઉચ્ચાધિકારીઓની બાંહેધરી બાદ આંદોલન સમેટાયું હતું,અને આગામી દિવસોમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો એક માસ બાદ આજ રીતનું આંદોલન ફરી છેદાશે તેવી ચીમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500