Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે,સોનગઢ નગર માંથી દબાણો દુર કરવામાં આવશે-તંત્ર એક્શન મૂડ માં !! લારી-ગલ્લા વાળા ચિંતિત

  • December 09, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરમાં દિનપ્રતિદિન વધી રહેલા બિન અધિકૃત દબાણોને લઈને તંત્ર એક્શન મુડમાં આવી ગયું છે. નગરભરમાં બિલાડીની ટોપની જેમ ફાટી નીકળેલા ગેરકાયદેસર દબાણો દુર કરી ટ્રાફિક હળવો અને અકસ્માતો ઘટાડવાનો સરાહનીય નિર્ણયની ચોફેર પ્રશંસા પણ થઇ રહી છે. આધારભૂત સૂત્ર અનુસાર સોનગઢ નગરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા શહેરી વિસ્તાર આવેલ ઓટાચાર રસ્તાના મેઈન ગેટથી સેન્ટ્રલ હોટલ થઈને નગરપાલિકા કચેરી,અને ધીરજ હોસ્પિટલથી વૈશાલી સિનેમા ચાર રસ્તા પાસે જેકે પેપર મિલના ગેટ તેમજ ઈસ્લામપુરા ટેકરા સુધીના મેઈન રોડ તથા રોડની આજુબાજુના ગટર લાઈન ઉપર તેમજ કુમાર શાળા કમ્પાઉન્ડની આગળ આવેલ તમામ લારી-ગલ્લા વાળાઓને સુચના પણ આપવામાં આવી છે. કે તમામ લારી-ગલ્લાઓ જે ઉભા કરીને જગ્યાનું રોકાણ કરેલ છે. તેઓએ સુચના મળતા દબાણ દુર કરવાનું રહેશે. તા.8મી ડીસેમ્બર રવિવારના નારોજ સાંજે અથવા રાત્રી દરમિયાન દબાણકર્તાઓએ લારી-ગલ્લા ઉચકી લેવા માટે સ્પષ્ટ સુચના પણ આપી દેવામાં આવી હતી. જો તેમ કરવામાં નહી આવે તો આજરોજ એટલે કે સોમવાર તા.9મી ડીસેમ્બર નારોજ સવારથી નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે લારી-ગલ્લા માલ સામાન જમા લઇ લેવામાં આવશે જે પરત મળશે નહી,તેમજ સરકારી કામમાં રૂકાવટ કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા આપવામાં આવેલ સુચનાને કડકપણે અમલ કરવા તમામ લારી-ગલ્લા વાળાઓને જાણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આપવામાં આવેલી સુચનાને લઇ પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલવતા ખાસ કરીને લારી-ગલ્લા વાળાઓના ચહેરા પર મુજવણની સાથે ચિંતાની લકીરો સ્પષ્ટ નજરે પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા લારી-ગલ્લાઓ તેમજ પાથરણા વાળા માટે કોઈ યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. High light-આજરોજ એટલે કે સોમવાર તા.9મી ડીસેમ્બર નારોજ સવારથી નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે લારી-ગલ્લા માલ સામાન જમા લઇ લેવામાં આવશે જે પરત મળશે નહી,તેમજ સરકારી કામમાં રૂકાવટ કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application