તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે અજાણ્યા ટ્રક અડફેટે ટ્રક ક્લીનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સોનગઢ પોલીસ ચોપડે રજીસ્ટર થયો છે.મળતી માહિતી અનુસાર સોનગઢના આરટીઓ ચેકપોસ્ટ પાસે તા.છઠ્ઠી ડિસેમ્બર નારોજ સમય આશરે સાંજે ૫:૩૦ કલાકના અરસામાં ક્લીનર બાબુલાલ ધર્મારામ જાટ નાઓ સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી ચાલતો જતો હોય તે વખતે એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાબુલાલ ને અડફેટે લેતા તેના બંન્ને જાંગ પર ટ્રક ચડાવી દેતા કલીનર બાબુલાલને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે હરિરાજા છનારામ જાટ નાઓની ફરિયાદના આધારે ખટોદરા સુરત શહેર પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી સોનગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી જેના આધારે આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application