તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સશસ્ત્ર સેના ધ્વજ દિવસ-તા.૭ મી ડિસેમ્બર નિમિત્તે ઉદાર હાથે ફાળો આપવાની પ્રજાજનોને અપીલ કરતા,તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીએ ભારતીય સેનામાં પસંદગી પામેલા જિલ્લાના જવાનોને પ્રશસ્તિપત્રો એનાયત કર્યા હતા.આ વેળા કલેક્ટરશ્રીએ પ્રજાજનોને અપીલ કરતાં જણાવ્યું કે,આપણા રાષ્ટ્રના સીમાડાઓની સુરક્ષા સાથે દેશની રક્ષા અને આતતાયીઓના મુકાબલા માટે પોતાના પ્રાણની પરવા પણ ન કરનારા સેનાનીઓ પ્રત્યે ઋણ અદા કરવાનો નાગરિક કર્તવ્યભાવ દર્શાવવાનો આ અવસર છે. આ સેનાનીઓ પૂર-વાવાઝોડુ-ભૂકંપ જેવી કુદરતી વિપદાઓમાં પણ નાગરિકોના જાન-માલ બચાવ અને રાહત કામગીરીમાં દિન-રાત ખડેપગે રહે છે તેનું ઋણ અદા કરવાનો પણ આ અવસર છે,તેમ તેમણે ઉમેર્યું હતું.સશસ્ત્ર સેનાનીઓ તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે ઉદાર હાથે ફાળો આપી સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી સાથે જિલ્લાના યુવાનોએ તેમની કારકિર્દી માટે દેશસેવાના આ ઉમદા કાર્યને પસંદ કર્યું,તે બદલ તેમને અભિનંદન અને શુભકામનાઓ પણ પાઠવી હતી.ઉલ્લેખનિય છે કે, આજે કલેક્ટરશ્રીના હસ્તે શ્રી સ્વામી વિવેકાનંદ પૂર્વ પરીક્ષા નિવાસી તાલીમ વર્ગમાથી પસંદ થયેલા ૭ જેટલા યુવાનોને પ્રશસ્તિપત્રો એનાયત કરાયા હતા.આ યુવાનો પૈકી ૬ યુવાનો ભારતીય સેનામાં સોલ્જર (જનરલ ડ્યુટી) તરીકે તથા એક યુવાન સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે પસંદગી પામ્યા છે. જેમને રાજ્ય સરકારના રોજગાર વિભાગ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પડાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application