તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ તાલુકા પંચાયતનો આસિસ્ટન્ટ ટીડીઓ અને જુનીયર ક્લાર્કને રૂપિયા ૧૫ હજાર ની લાંચ સ્વીકારતા જિલ્લા પંચાયત કચેરીના ગેટ પાસેથી રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ એસીબી વિભાગના ઉચ્ચઅધિકારીઓના સુપરવિઝનમાં એસીબી તાપીના પીઆઇ વી.એ.દેસાઈ અને સ્ટાફના માણસો દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં લાંચીયો મોહમદ જાવિદ યુસુફખાન પઠાણ-આસી.ટીડીઓ વર્ગ-૩,તાલુકા પંચાયત કચેરી,સોનગઢ,જી.તાપી,રહે-ઘર નં-૮૮૮,પાવર ફળિયું,તા.-વાલોડ,જી-તાપી તેમજ બળવંતભાઈ ભીમજીભાઇ લાડુમોર-જુ.ક્લાર્ક વર્ગ-૩, તાલુકાપંચાયત કચેરી,સોનગઢ,જી.તાપી હાલ રહે.માધવનગર સોસાયટી,બસ સ્ટેન્ડ સામે,સોનગઢ,જી.તાપી નાઓને આજરોજ વ્યારા ખાતે જિલ્લા સેવા સદન માં આવેલ જિલ્લા પંચાયત કચેરીના ગેટ પાસેથી રૂપિયા ૧૫ હજારની લાંચ સ્વીકારતા આબાદ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સફળ ટ્રેપમાં ફરીયાદીના મિત્ર નો પ્લોટ સોનગઢ ખાતે આવેલ છે જે પ્લોટ તેઓ વેંચવા માંગતા હોય જે પ્લોટ ૭૩એએ મુજબ નો હોય જેને ૭૩એએ કેન્સલ કરાવવા પોતે અરજી કરી વેચવાની તથા બાકીની તમામ કામગીરી તેમના મિત્રએ ફરીયાદીને સોપેલ હોય જે બાબતે આસિસ્ટન્ટ ટીડીઓ જુનિય ક્લાર્ક નાઓને મળી લેવા જણાવેલ અને ફરીયાદ આસિસ્ટન્ટ ટીડીઓને મળતા જુનીયર ક્લાર્ક નાઓએ રુપિયા ૧૦,૦૦૦/- અગાઉ ફરીયાદ પાસેથી લીધેલ ત્યારબાદ આસિસ્ટન્ટ ટીડીઓ એ "આટલા રુપિયામા મા નહી થાય બીજા રુપિયા ૧૫૦૦૦/- આપવા પડશે" તેમ જણાવી બાકીના નાણા જુનીયર કલાર્કને આપી દેવા જણાવેલ,પરંતુ આ કામના ફરીયાદ આ લાંચની રકમ આપવા ન માંગતા હોય,જેથી તેઓએ એસીબી પોલીસ સ્ટેશન જી.તાપી-વ્યારાને ફરીયાદ આપતા,આજરોજ લાંચના છટકાનું આયોજન કરી છટકા દરમ્યાન જુનીયર કલાર્ક લાંચની રકમ રુપિયા ૧૫,૦૦૦/- સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ જઇ અને બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોવાથી આસિસ્ટન્ટ ટીડીઓ પણ લાંચના છટકા દરમ્યાન મળી આવતા તેઓને પણ રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500