Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ધારાસભ્યના ગામમાં સસ્તા અનાજની દુકાનદાર દ્વારા થઈ રહ્યું હતું હલકી કક્ષાની દાળ નું વિતરણ:જિલ્લા કલેકટરને રજુઆત કરાઈ

  • December 05, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા પુરવઠા વિભાગમાં ચાલતો ગેરવહીવટ ચરમસીમાએ પહોંચ્યો છે,સૂત્રો અનુસાર પુરવઠા વિભાગમાં પડ્યા પાથર્યા રહેતા કેટલાક ભ્રષ્ટઅધિકારીઓ અને કાળા બજારીયાઓના પાપે યેનકેન પ્રકારે ગરીબોના હકનું અનાજ સીધેસીધું કાળા બજારમાં સપ્લાય કરવામાં આવતું હોવાની સાથેસાથે ગુણવત્તા વગરની ચણાની દાળ વિતરણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા ના ધારાસભ્ય પુનાભાઈ ગામીત ના ગામ કરંજવેલ ગામ ની સસ્તા અનાજ ની સરકારી દુકાન માં આ મહિને ગુણવત્તા વગર ની ચણા ની દાળ નું વિતરણ થતું હોઈ સેમ્પલ સ્વરૂપે એક કિલો ચણા ની દાળ નું પેકેટ તાપી જિલ્લા કલેક્ટર ને બતાવી રેશનીંગ ની દુકાનો માં ભેળસેળ વાળા અનાજ ના વિતરણ તેમજ ગેર વહીવટ બાબતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.ભૂતકાળ માં પણ વ્યારા પુરવઠા ગોડાઉન માંથી અનાજ ના જથ્થા ની ચોરી બાબતે પણ એફ.આઈ.આર નોંધાયા પછી પણ કોઈ કાર્યવાહી ન થયા બાબતે પણ માજી કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ડૉ. તુષારભાઈ ચૌધરી એ ચિંતા વ્યક્ત કરી. નિઝર ના ધારાસભ્ય સુનિલભાઈ ગામીતે કુકરમુન્ડા તાલુકા ના બેજ,ચિખલપાડા, આમોદા ગામો માં ત્રણ મહિના થી રેશનીંગ અનાજ ન મળતું હોવાની ફરિયાદ બાબતે પણ જિલ્લા કલેક્ટરશ્રી નું ધ્યાન દોર્યું હતું.હવે જોવાનું એ રહે છેકે,જિલ્લા કલેકટરશ્રી આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે.તે તો આવનારો સમય જ બતાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application