Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પર્યાવણ-શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટકામગીરી કરનાર યુવાઓને યુથ એવોર્ડ અપાશે:૧૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

  • December 05, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:રાજય સરકારના રમતગમત,યુવા અને સાસંકૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન,જળબચાઓ, પ્રદૂષણ નિવારણ,વૃક્ષારોપણ, વનીકરણ,બાળપોષણ,પુખ્તશિક્ષણ,ઉર્જા નવિનીકરણ તથા સરકાર અને સમુદાયમાટે ઉતમ કામગીરી કરનાર યુવાનનું રાજય સરકાર બહુમાન કરશે.રાજય સરકારના રમતગમત,યુવા અને સાસંકૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપવા માટે રાજય યુથ એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. જેમાં 21 થી 29 વયના યુવક-યુવતીઓ અરજી કરી શકશે.આ એવોર્ડ જુદા જુદા ક્ષેત્રમાં સતત વિકાસ માટે યોગદાન આપનારને એવોર્ડ આપવામાં આવશે.જેમાં સ્વચ્છભારતઅભિયાન,જળબચાઓ,પ્રદૂષણનિવારણ,વૃક્ષારોપણ,વનીકરણ,બાળપોષણ ,પુખ્ત શિક્ષણ,ઉર્જા નવિનીકરણ સહિતના ક્ષેત્રે યોગદાન આપ્યું હોય તે તા.૧૦/૧૨/૨૦૧૯ સુધીમાં પોતાનું નામ,સરનામું,મોબાઈલ નંબર,જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ, અને તેમણે કરેલ કામગીરીની વિગત વધુમાં વધુ પાંચ પાનામાં,ફોટો અને બાયોડેટા સાથે અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૬ પહેલો માળ,સેવા સદન, પાનવાડી ,વ્યારા-તાપીને પહોંચાડવા તથા વધુ વિગતો માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત, મો.૯૯૭૮૩૨૧૨૪૯ નો સંપર્ક કરવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application