Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં તા.૬ઠ્ઠીએ વાલોડના ગોડધા અને ઉચ્છલના વડગામ નવું તથા ૭મીએ વ્યારાના મગરકુઈ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

  • December 05, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:રાજયના મુખ્યમંત્રીશ્રીએ જ્યાં માનવી ત્યાં સુવિધાનું પ્રેરણા સૂત્ર આપ્યું છે. તેને સાકાર કરવા અને લોકો કચેરીઓમાં આવે તેના બદલે વહીવટી તંત્ર, સેવાઓ અને યોજનાઓને લોકો સુધી લઈ જઈને લાભ આપવાના અભિગમ સાથે તાપી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બહુધા દર શુક્ર અને શનિવારે સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે.નાગરિકોને તેમને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધા સ્થળ પર પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પારદર્શી અને નિર્ણાયક રાજય સરકારના જનકલ્યાણના આશય સાથે સ્થળ પર નિકાલ કરવા જનસુવિધાલક્ષી પારદર્શી અને સરળીકરણ કાર્યપધ્ધતિને અમલી બનાવી છે.જિલ્લામાં સેવાસેતુના પાંચમા તબક્કા અંતર્ગત તા.૬ ડિસેમ્બર-૨૦૧૯ને શુક્રવારના રોજ સવારે ૯ વાગ્યે વાલોડ તાલુકાના ગોડધા અને ઉચ્છલ તાલુકાના વડગામ નવું તેમજ તા.૭ ડિસેમ્બર-૨૦૧૯ના રોજ સવારે ૯ વાગ્યે વ્યારા તાલુકાના મગરકુઈ ખાતે યોજાશે. કાર્યક્રમોમાં જે-તે ગામ ઉપરાંત આજુબાજુના ગામના ગ્રામજનો પણ લાભ લઇ શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે,જમીન માપણી અને નવી નોંધ દાખલ કરતી અરજી,આવક,જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિકોના પ્રમાણપત્રને લગતા દાખલાઓની અરજી-કામો, રેશનકાર્ડને લગતી અરજીઓ, મા અમૃત્તમ અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી, દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા આધાર કાર્ડ અરજીઓ, સ્કોલરશીપ યોજનાના લાભોની અરજીઓ, રાજય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળ વ્યક્તિગત લાભ માટેની અરજીઓ, વિધવા અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળની અરજીઓ સ્વીકારવામાં આવશે. આ સેવાસેતુ કાર્યક્રમનો સંબંધિત તમામ ગામોના વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનીયાએ અનુરોધ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application