તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજ સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાનાર‘’એકલ અભિયાન’’ કાર્યક્રમમાં જાહેર જનતા ૫ણ મોટી સંખ્યામાં હાજર રહેનાર છે. જાહેર જનતાના હિતાર્થે સરળ અને સુરક્ષિત ટ્રાફિક સંચાલન તેમજ કાયદો-વ્યવસ્થાની ૫રિસ્થિતિ તથા સુરક્ષા વ્યવસ્થાને ઘ્યાને રાખી અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા દ્વારા વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ સોનગઢ થી દેવજીપુરા-ઘોડા ગામ તરફ જતો રોડ ભારે વાહનો માટે તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજ સવારે ૬.૦૦ થી ૧૫.૦૦ કલાક સુધી બંઘ કરી તેના પરથી પસાર થતો ટ્રાફીક વૈકલ્પિક માર્ગ તરીકે સોનગઢ-ઉકાઈ-પાથરડા-ઘોડા રોડ પર થી પસાર થવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application