તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વિદ્યાનું મંદિર શાળા એ તો ગામનું ઘરેણું છે. શિક્ષણ વિના કોઈપણ સમાજનો વિકાસ શક્ય નથી.શિક્ષણ વિનાનું બાળક એટલે પાંખ વિનાનું પંખી અને શિક્ષણ વગરનો માણસ પશુ સમાન છે.એમ આદિજાતી વિકાસ,વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સોનગઢના અગાસવાણ પ્રાથમિક શાળાના શતાબ્દી મહોત્સવમાં પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતુ.વધુમાં જીવનમાં શિક્ષણનું ખુબ મહત્વ છે. શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી પણ માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન કરવાની જડીબુટી છે.તેમ જણાવી ઉમેર્યુ કે,વર્તમાન ઝડપી યુગમાં દુનિયા સાથે કદમ મિલાવવા માટે શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી.વ્યવારિક જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે અત્યાધુનિક ખેતી,પશુપાલન સહિત અન્ય ક્ષેત્રોમાં સફળ થવા માટે પણ શિક્ષણ ડગલે ને પગલે જરૂરી છે. મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું કે,સરકાર આદિજાતિના શિક્ષણ પાછળ દર વર્ષે ૪૫૦ કરોડ રુપિયાનો ખર્ચ કરે છે.રાજ્ય સરકારે અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં સિંચાઈ સુવિધાઓ વધારવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણી કરી રહી છે.આદિજાતિઓના કલ્યાણ માટે વિશેષ કાળજી રાખીને ગામે ગામ શિક્ષણ આરોગ્ય સહિત તમામ માળખાકિય સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરી છે તેમ જણાવી આદિવાસી સમાજના વિકાસક્માટે અમલી વિવિધ યોજનાઓની જાણકારી આપી લોકોને જાગૃત બની તેનો લાભ લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે શાળાની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ નિવૃત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતુ.આ ઉપરાંત શાળા માંથી સિક્ષણ મેળવી અન્ય વિભાગોમાં નોકરી કરતા અને નિવૃત થયેલ કર્મચારીઓ મળી ૨૫૭ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ ગામીતે શાળાનો પ્રગતિ અહેવાલ રજુ કર્યો હતો.શાળાની બાળાઓએ પ્રાથના અને સ્વાગત ગીત રજુ કર્યા હતા.કાર્યક્રમમાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનું વિવિધ જિલ્લા/તાલુકાના સ્વૈચ્છિક સેવા સંગઠનોના આગેવાનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application