તાપીમિત્ર ન્યુઝ,વ્યારા : વ્યારાના છીંડિયા ગામે જમીનમાં ટ્રેક્ટર વડે ખેડાણ કરવા મુદ્દે થયેલ મારામારી ઇજાગ્રસ્તે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એક મહિલા સહિત ત્રણ જણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત શહેરના કુંભારીયા ગામ દેવધ રોડ પર આવેલ સંગીની સ્કાય એપાર્ટમેન્ટમમાં રહેતા પારસભાઇ રાજુભાઇ ઇસનપરા તથા તેમના સાથેના માણસો તા. ૩૧ ઓકટોબર નારોજ વ્યારા તાલુકાના છીડીયા ગામે આવેલ બ્લોક નંબર ૩૯૫ વાળી જમીનમાં ટ્રેકટર વડે ખેડાણ કરાવતા હતા ત્યારે એક મહિલા સહિત ત્રણ આરોપીઓએ ખેતરમાં ખેડાણ કરવા દીધેલ નહી અને પારસભાઇ ઇસનપરા નાઓ આરોપીઓને સમજાવવા જતા આરોપી દિવાનજીભાઇ મનીયાભાઇ ગામીત નાઓએ પથ્થર ઉચકીને પારસભાઇ ના પેટમાં છુટ્ટો મારી દીધેલ બીજો એક પથ્થર છાતીમાં છુટ્ટો મારી દીધેલ તથા આરોપી હરીશભાઇ દિવાનજીભાઇ ગામીત નાઓ કોદાડીથી મારવા જતા તેનો હાથ પકડી લેતા કાંતાબેન દિવાનજીભભાઇ ગામીતનાએ તેના હાથ માના દાતરડા વડે પારસભાઇ ના જમણા હાથના બાવળા ઉપર ઇજા પહોચાડી તેમજ દાતરડા વડે માથામાં એક ઘા મારી લોહી લુહાણ કરી નાખ્યો હોય તથા આરોપી હરીશભાઇએ પણ કોદાડીના લાકડાથી એક ફટકો માથામાં મારી નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી બનાવ અંગે પારસભાઇ રાજુભાઇ ઇસનપરા નાઓની ફરિયાદના આધારે વ્યારા પોલીસ મથકે હરીશભાઇ દિવાનજીભાઇ ગામીત,દિવાનજીભાઇ મનીયાભાઇ ગામીત,કાંતાબેન દિવાનજીભાઇ ગામીત તમામ.રહેવાસી છીંડીયા ગામ તા.વ્યારા નાઓ સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application