તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ૧ નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનું અમલ ચાલુ થવા જઇ રહ્યો છે. નવા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે આરટીઓ અને પોલીસ સહિતનો સમગ્ર તંત્ર સજ્જ છે.
૧ નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ કડકરીતે લાગુ કરવામાં આવશે. કાયદા અનુસાર કડક અમલવારી કરવામાં આવશે. હેલમેટ નહી પહેરનારા ચાલકોને દંડવામાં આવશે.હેલમેટ નહી પહેરનાર પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ વસુલાશે અને બીજી વખત ૧૦૦૦ દંડ વસુલવામાં આવશે.જો કે પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલમેટ ફરજીયાહ નહી હોય. જો કે ત્રિપલ સવારી માટે દંડ વસુલવામાં આવશે. સીટ બેલ્ટવગર વાહન ચલાવનાર ચાલકને પણ ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કેન્દ્ર સરકારનાં કાયદામાં ૧૦૦૦ ના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
◆ દરેક વાહન ચાલકે સાથે રાખવી ફરજીયાત છે. જો આરસીબુક વગર પકડાશે તો પહેલીવાર ૫૦૦ રૂપિયા જ્યારે બીજી વખતે ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત જેમ વાહન મોટુ થતું જશે તેમ તેમ દંડની રકમ પણ મોટી થતી જશે.
◆ લાઇસન્સ વગર વાહન ચલાવનારને ૨૦૦૦ અને ૩૦૦૦ રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદામાં ૫૦૦૦ રૂપિયાનાં દંડની જોગવાઇ કરવામાં આવી છે.
◆ ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા બદલ પહેલી વખત ૫૦૦ અને બીજી વખત ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારાશે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય તથા ટ્રાફક પોલીસની દંડ વસુલવાની સત્તા રહેશે. જો કે ખાસ પ્રકારના દંડ અને માંડવાળ કરવા અંગેની તમામ સત્તાઓ માત્ર કોર્ટ પાસે જ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application